પાલનપુર: ડીસામાં બનાસ પુલ પાસે રાત્રે બુલેટ સવાર બે યુવકો બેરિકેટ સાથે ટકરાતા ગંભીર ઈજાગ્રસ્ત

પાલનપુર: ડીસામાં બનાસપુલ પાસે મોડી રાત્રે બુલેટ સવાર બે યુવકો ડેરીકેટર સાથે ટકરાતા અકસ્માત સજાયો હતો. જેમાં ગંભીર રીતે એ ઈજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડીસામાં બનાસપુલ પાસે મોડી રાત્રે બુલેટ સવાર બે યુવકોને અકસ્માત નડ્યો હતો. જેમાં આખોલ ચાર રસ્તાથી ડીસા તરફ આવી રહેલા બુલેટ સવાર બે યુવકો પસાર થઈ રહ્યા હતા.તે દરમ્યાન મહાકાળી મંદિર સામે ડાયવર્ઝન આપેલા માટે મુકેલા બેરીકેટેડ સાથે ટકરાતા બુલેટ સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો અને બંને યુવકો રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત ને પગલે આજુબાજુના લોકએ તરત જ રાહત કામગીરી શરૂ કરી હતી. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તાત્કાલિક બનાવ સ્થળે આવી પહોંચી હતી. અને ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ પણ વાંચો :અમદાવાદના એમેઝોન ફન પાર્કમાં ભીષણ આગ લાગતા 4 ફાયર ફાયટર ઘટના સ્થળે












