ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

પાકિસ્તાનીઓ મોકલવા લાગ્યા શરણાગતિના સિગ્નલ! જાણો છેલ્લા બે કલાકમાં શું થયું?

રાવલપિંડી, 10 મે, 2025: Pakistanis started sending surrender signals! ભારતના આક્રમક વલણથી પાકિસ્તાનીઓ ઢીલા પડી રહ્યા છે. પાકિસ્તાને છેલ્લા બે કલાકમાં એવા બે સંકેત આપ્યા છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે તેઓએ શરણાગતિ સ્વીકારી લીધી છે અને ભારત સાથે સમાધાન કરી લેવા તૈયાર છે.

ભારતના ઓપરેશન સિંદૂરને પગલે ત્રણ દિવસ સુધી તંગડી ઊંચી રાખનાર પાકિસ્તાનીઓએ આજે ચોથા દિવસે જ ઢીલા પડી ગયા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તનાવની વચ્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જો ભારત આગળના પગલાં રોકે તો પાકિસ્તાન પણ પીછેહઠ કરવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન વધુ નુકસાન ઇચ્છતું નથી. આ ઉપરાંત, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પરમાણુ કમાન્ડની બેઠક રદ થઈ હોવાની માહિતી આપી. પાકિસ્તાન તરફથી આ તમામ પગલાં એવા સમયે લેવામાં આવ્યા છે જ્યારે અમેરિકા અને ચીને બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે.

એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યું, “અમે અમારું નુકસાન નથી ઇચ્છતા. અમે વિનાશ કે સંપત્તિનો બગાડ નથી ઇચ્છતા.” તેમણે આગળ કહ્યું, “પાકિસ્તાન હંમેશાં શાંતિની તરફેણમાં રહ્યું છે. જો આ સમયે ભારત પોતાની કાર્યવાહી થોભાવે તો અમે પણ શાંતિના વિકલ્પો પર વિચાર કરીશું અને કોઈ જવાબી પગલાં કે અન્ય કાર્યવાહી નહીં કરીએ. અમે ખરેખર શાંતિ ઇચ્છીએ છીએ.”

ના-પાક. પાકિસ્તાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ ચરમસીમાએ છે. પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ દ્વારા સતત હુમલાના પ્રયાસો થઈ રહ્યા છે, જેનો ભારતીય સેના દ્વારા મજબૂત જવાબ આપવામાં આવી રહ્યો છે. આવા સમયે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ ભારત-પાકિસ્તાન વચ્ચેના તનાવને ઘટાડવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે આજે ચર્ચા કરી. અમેરિકી વિદેશ વિભાગના નિવેદન અનુસાર બંને દેશોને સીધી વાતચીત શરૂ કરવાની અપીલ કરવામાં આવી છે. રુબિયોએ તનાવ ઘટાડવા અને વાતચીત દ્વારા સમાધાન શોધવાના પોતાના વલણને ફરી રજૂ કર્યું.

શુક્રવારે પાકિસ્તાને ફરીથી 26 સ્થળો પર મિસાઇલ અને ડ્રોન દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ જણાવ્યું કે જવાબી હુમલાથી બચવા માટે પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં પોતાનું એરસ્પેસ બંધ નથી કર્યું અને નાગરિક વિમાનો પર કોઈ પ્રતિબંધ મૂક્યો નથી અને તેનું આ પગલું દેખીતી રીતે નાગરિક વિમાનોની આડમાં સૈન્ય વિમાનો દ્વારા ભારત પર હુમલા કરવાનું છે.

આ પણ વાંચોઃ વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં મોટો ધડાકો, કર્નલ સોફિયાએ શું કહ્યું?

આ પણ વાંચોઃ કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ જણાવ્યું સત્ય: ભારતે એરફોર્સ સ્ટેશનો પરના હુમલાનો કેવી રીતે આપ્યો જવાબ

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button