ઓપરેશન POKટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં મોટો ધડાકો, કર્નલ સોફિયાએ શું કહ્યું?

નવી દિલ્હી 10મે 2025: Foreign Ministry’s press conference on Operation Sindoor ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પહેલગામ હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં અનેક આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ભારતીય કાર્યવાહીના જવાબમાં, પાકિસ્તાને ભારતના ઘણા શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. Colonel Sofia

વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિસરી તથા સૈન્યના પ્રવક્તા કર્નલ સોફિયા કુરેશીએ માહિતી આપી હતી કે, મિસાઇલ અને ડ્રોન હુમલાની નિષ્ફળતાથી હતાશ થઈને, પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાતભર જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક નાગરિક લક્ષ્યો પર ભારે ગોળીબાર કર્યા બાદ શુક્રવારે સાંજે બારામુલ્લાથી ભુજ સુધીના 26 શહેરોમાં ડ્રોન હુમલા કર્યા.

વિદેશ મંત્રાલયની આ પત્રકાર પરિષદમાં એક એવી ચોંકાવનારી માહિતી આપવામાં આવી કે, પાકિસ્તાની સૈન્ય ભારતીય સરહદ તરફ આગળ વધી રહ્યું હોવાનું દેખાય છે અને એ સંજોગોમાં ભારતીય સૈન્ય સંપૂર્ણ રીતે સજ્જ છે.

આ દરમિયાન શ્રીનગર એરપોર્ટ અને અવંતિપુરા એરબેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારતે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીથી આ ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. મોટાભાગના પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ભારતના હુમલાઓથી બચવા માટે તે પોતાના હવાઈ ક્ષેત્રને સુરક્ષિત રાખી રહ્યો છે.

ડ્રોન હુમલાની સાથે, પાકિસ્તાન નૌશેરા, પૂંછ અને કુપવાડામાં નિયંત્રણ રેખા પર મોર્ટાર અને બંદૂકોથી માત્ર નાગરિક વિસ્તારો જ નહીં પરંતુ ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવી રહ્યું છે. ભારતીય સેના આનો યોગ્ય જવાબ આપી રહી છે અને પાકિસ્તાનની દરેક મિસાઇલને હવામાં જ તોડી પાડવામાં આવી છે.

કર્નલ કુરેશી તથા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે Wing Commander Vyomika Singh જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા અનેક પ્રકારના ખોટા પ્રચાર કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને ભારતની એસ-400 એન્ટી મિસાઈલ સિસ્ટમ તથા ભારતના કેટલાક એરબેઝ નષ્ટ કરવાના દાવા કર્યા છે તે સંપૂર્ણ ખોટા છે. ભારતીય સૈન્ય અધિકારીઓે આ સંદર્ભમાં આજે અર્થાત 10મી મે, 2025ની સવારે લીધેલા વીડિયો તથા ફોટા આ સંદર્ભમાં પ્રદર્શિત કરીને પાકિસ્તાનીઓના દાવાને ખોટા સાબિત કર્યા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાન ચારે બાજુથી ઘેરાયુ, યુએસ વિદેશમંત્રી રુબિયોએ અસીમ મુનીરને ફોન કર્યો; બંને વચ્ચે શું થઈ વાત?

Back to top button