પેટ્રોલના ભાવ 320 ને પાર, ડીઝલ પણ મોંઘુ! જાણો પાકિસ્તાનમાં LPG સિલિન્ડરની કિંમત કેટલી છે?

Pakistan Fuel Crisis: મધ્ય પૂર્વમાં યુદ્ધની આગથી પડોશી દેશ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. પશ્ચિમ એશિયામાં આવેલા સંકટથી માત્ર તેલ અને ગેસના ભાવ જ આસમાને નથી પહોંચ્યા, પરંતુ સપ્લાય સંકટ પણ ઊભું કરી દીધું છે. પાકિસ્તાન હાલમાં યુદ્ધની આગમાં ખરાબ રીતે સળગી રહ્યું છે અને ત્યાંના લોકો ખોરાક અને તેલ માટે સંઘર્ષ કરી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલાથી જ સામાન્ય માણસની પહોંચની બહાર હતા, હવે બાકી કસર એલપિજીએ અને કેરોસિને પૂરી કરી દીધી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ 320 ને પાર
પાકિસ્તાન સરકાર હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને સ્થિર રાખવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તે પહેલાથી જ રેકોર્ડ સ્તર પર છે. પેટ્રોલ PKR 321.17 પ્રતિ લિટર અને ડીઝલ PKR 335.86 પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ભલે સરકારે આ વખતે ભાવ નથી વધાર્યા, પરંતુ વૈશ્વિક બજારની ઉથલપાથલને જોઈને સરકારે તેલ કંપનીઓને પેટ્રોલ માટે 95.59 અને ડીઝલ માટે 203.88 પ્રતિ લિટરનો ખર્ચ ચૂકવવો પડી રહી છે.
LPG અને કેરોસીને તોડી જનતાની કમર
સૌથી ખરાબ પરિસ્થિતિ રાંધણ ગેસ એટલે કે LPG ની છે. ડોન અખબારના એક રિપોર્ટ મુજબ, 11.67 કિલોગ્રામ વાળો એલપીજી સિલિન્ડર જે પહેલા 3,150-3,968 PKRમાં મળી રહ્યો હતો, હવે વધીને 3,900-5,135 PKR સુધી પહોંચી ગયો છે. કેરોસીન પણ 4.66 રૂપિયા વધીને 433.40 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. આથી ગરીબ અને મધ્યવર્ગ માટે રસોડું ચલાવવુ પણ મુશ્કેલ બની ગયું છે.
હવાઈ મુસાફરી પણ મોંઘી, 28 દિવસમાં 5મી વાર વધ્યું જેટ ફ્યુઅલ
યુદ્ધની અસર ફક્ત જમીન પર જ નહીં, આકાશમાં પણ જોવા મળી રહી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, કોમર્શિયલ એરક્રાફ્ટ માટે વપરાતા જેટ ઈંધણના ભાવ 28 દિવસમાં પાંચમી વખત વધ્યા છે. તે હવે પ્રતિ લિટર 476.97 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. માર્ચની શરૂઆતમાં જે ઈંધણ 188 રૂપિયાનું હતું તે હવે 288 રૂપિયા મોંઘું થઈ ગયું છે.
આટલા દિવસનો જ બચ્યો છે સ્ટોક
પેટ્રોલિયમ વિભાગના સચિવે સેનેટ સ્ટેન્ડિંગ કમિટીને આપેલી માહિતી ચિંતાજનક છે. પાકિસ્તાન પાસે હવે ખૂબ જ મર્યાદિત સ્ટોક બાકી છે…
- ક્રૂડ ઓઇલ: માત્ર 11 દિવસ.
- એલપીજી: માત્ર 9 દિવસ.
- જેટ ફ્યુઅલ: 14 દિવસ.
- ડીઝલ: 21 દિવસ.
- પેટ્રોલ: 27 દિવસ.
પાકિસ્તાન તેની જરૂરિયાતનું 70% તેલ મધ્ય પૂર્વમાંથી આયાત કરે છે, પરંતુ યુદ્ધના કારણે શિપિંગ રૂટ્સ બંધ થઈ રહ્યા છે. 14 એપ્રિલ પછી ત્યાં ગેસનું મોટું સંકટ પણ સર્જાઈ શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઈરાનમાંથી સપ્લાય ઘટી, ઈદ અને નવરોજની અસર
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના એક રિપોર્ટ મુજબ, ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FPCCI) ના અલી હૈદરે જણાવ્યું હતું કે રજાઓના કારણે ઈરાનથી ગેસનો દૈનિક પુરવઠો 10,000-12,000 ટન ઘટી ગયો છે. પાકિસ્તાનને વાર્ષિક 2 મિલિયન ટન LPG ની જરૂર પડે છે, જેમાંથી તે 1.2 મિલિયન ટન આયાત કરે છે. તે હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા તેલ આયાત કરવા માટે ઈરાન સાથે ચર્ચા કરી રહ્યું છે.
આ પણ વાંચો: “ઈરાનનું તેલ મારી સૌથી પસંદીદા વસ્તુ, અમે ખાર્ગ પર કબજો કરી શકીએ”, ટ્રમ્પનું મોટું નિવેદન












