ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

“ઈરાનનું તેલ મારી સૌથી પસંદીદા વસ્તુ, અમે ખાર્ગ પર કબજો કરી શકીએ”, ટ્રમ્પનું મોટું નિવેદન

Kharg Island: ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના તેલ પર કબજો કરવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકાની સેનાઓ ઈરાનના ખાર્ગ ટાપુ પર કબજો કરી શકે છે. ખાર્ગ આઇલેન્ડને ઈરાનના તેલ આધારિત અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે કારણ કે દેશની લગભગ 90 ટકા તેલ નિકાસ અહીંથી થાય છે. અમેરિકાએ તાજેતરમાં મિડલ ઈસ્ટમાં હજારો સૈનિકો મોકલ્યા છે, જેના કારણે ખાર્ગ આઇલેન્ડ પર અમેરિકી હુમલાની શક્યતા વધી ગઈ છે. અમેરિકાનો ખાર્ગ પર કબજો કરવાનો પ્રયાસ ક્ષેત્રમાં સંઘર્ષને વધુ તેજ કરી શકે છે.

રવિવારે આપેલા ઇન્ટરવ્યૂમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન યુદ્ધ પર અનેક ટિપ્પણીઓ કરી હતી. જ્યારે તેમને ખાર્ગ પર કબજો કરવા અંગે પુછવામાં આવ્યું તો, તેમણે કહ્યું, “સાચું કહું તો મારી સૌથી પસંદીદા વસ્તુ ઈરાનનું તેલ મેળવવાની રહેશે. જોકે અમેરિકામાં કેટલાક મૂર્ખ લોકો મને કહે છે કે તમે આવું કેમ કરી રહ્યા છો. તેમને પરિસ્થિતિની સમજ નથી.”

આસાનીથી ખાર્ગ પર કબજો કરીશું

ટ્રમ્પે ઈરાનમાં પોતાના સૈન્ય અભિયાન અંગે કહ્યું, “થઈ શકે છે કે અમે ખાર્ગ આઇલેન્ડ પર કબજો મેળવી લઈએ. એવું પણ બની શકે કે અમે આવું ન કરીએ. અમારી પાસે અનેક વિકલ્પો છે અને અમે કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. ખાર્ગ પર નિયંત્રણ માટે અમને ત્યાં થોડા સમય માટે રહેવું પડશે.”

ટ્રમ્પે દાવો કર્યો કે ખાર્ગ પર કબજો મેળવવામાં અમેરિકાને કોઈ ખાસ મુશ્કેલી નહીં થાય. તેમણે કહ્યું, “મને નથી લાગતું કે ત્યાં કોઈ ખાસ સુરક્ષા વ્યવસ્થા છે. અમે ઈરાનની સેનાઓ અને રક્ષા માળખાને લગભગ નષ્ટ કરી દીધું છે. તેઓ અમારો મુકાબલો નહીં કરી શકે. જો અમે ઇચ્છીએ તો ખાર્ગ આઇલેન્ડ સરળતાથી લઈ શકીએ.”

ઈરાન-અમેરિકા વચ્ચે લડાઈ વધારે તેજ થશે?

ખાર્ગ અને ઈરાની તેલ કબજે કરવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં વધારાના 3,500 યુએસ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે આ સૈનિકોને જમીન પર ઉતારવામાં આવશે. આ દ્વારા ખાર્ગ અને અન્ય વ્યૂહાત્મક સ્થળો પર નિયંત્રણ મેળવવામાં આવશે. જ્યારે ઈરાને પણ જવાબી હુમલાનુ એલાન કર્યું છે.

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે કહ્યું કે જો અમેરિકન સૈનિકો ઈરાની ધરતી પર ઉતરશે તો તેમને નર્કના દર્શન કરાવીશું. બાઘરે કહ્યું કે ઈરાની સૈન્ય અમેરિકન સૈનિકોના ઉતરવાની રાહ જોઈ રહ્યું છે, જે દર્શાવે છે કે આગામી દિવસોમાં ભીષણ લડાઈ થઈ શકે છે.

“ઈરાનના ખાર્ગ આઇલેન્ડની સુરક્ષા વ્યવસ્થા ખાસ નથી. મને નથી લાગતું કે ઈરાન પાસે કોઈ ખાસ સુરક્ષા છે. અમે આ ટાપુ ખૂબ સહેલાઇથી લઈ શકીએ છીએ. ઈરાનની સેના પહેલેથી જ નષ્ટ થઈ ગઈ છે.- ટ્રમ્પ”

એક મહિનાથી ચાલી રહ્યું છે યુદ્ધ

અમેરિકા-ઈઝરાઇલ ગઠબંધન અને ઈરાન વચ્ચે એક મહિનાથી વધુ સમયથી લડાઈ ચાલી રહી છે. અમેરિકા અને ઈઝરાઇલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈરાને પણ જવાબી હુમલા કર્યા છે. આ યુદ્ધની દુનિયાના મોટા ભાગ પર અસર પડી રહી છે. ખાસ કરીને પશ્ચિમ એશિયાના દેશો આ લડાઈના કારણે મુશ્કેલીમાં છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ પણ વાંચો: પાકિસ્તાન ઉપપ્રધાનમંત્રી ઇશાક ડાર જમીન પર પડ્યા, વિડિયો વાયરલ

Back to top button