operation sindoor ચાલુ રહેશે, ભારતીય વાયુસેનાની મોટી જાહેરાત

પાકિસ્તાન, 11 મે 2025 : પાકિસ્તાન, આતંકવાદ અને આતંકવાદીઓ વિરુદ્ધ ભારતનું ઓપરેશન સિંદૂર ચાલુ રહેશે. ભારતીય વાયુસેનાએ આ જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદી સાથેની કટોકટીની બેઠક બાદ, ભારતીય વાયુસેનાએ તેના X હેન્ડલ પર ટ્વિટ કરીને ઓપરેશન સિંદૂર ચાલુ રાખવાની જાહેરાત કરી.

ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વાયુસેના (IAF) એ ઓપરેશન સિંદૂરમાં સફળતાપૂર્વક પોતાના લક્ષ્યને ચોકસાઈથી ત્રાટક્યું. આ કામગીરી રાષ્ટ્રીય ઉદ્દેશ્યોને અનુરૂપ વિચારપૂર્વક અને સમજદારીપૂર્વક હાથ ધરવામાં આવી હતી. કામગીરી હજુ ચાલુ હોવાથી, વિગતવાર માહિતી સમયસર આપવામાં આવશે. IAF બધાને અનુમાન લગાવવા અને અપ્રમાણિત માહિતી ફેલાવવાથી દૂર રહેવા અપીલ કરે છે.
The Indian Air Force (IAF) has successfully executed its assigned tasks in Operation Sindoor, with precision and professionalism. Operations were conducted in a deliberate and discreet manner, aligned with National Objectives.
Since the Operations are still ongoing, a detailed…
— Indian Air Force (@IAF_MCC) May 11, 2025
શનિવારે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ અને રાત્રે યુદ્ધવિરામના ઉલ્લંઘન બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સીડીએસ અનિલ ચૌહાણ, વિદેશ પ્રધાન જયશંકર, એનએસએ અજિત ડોભાલ, આઈબી-રો ચીફ, આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેના ચીફ એર ચીફ માર્શલ એપી સિંહ અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી હાજર રહ્યા હતા. લગભગ 2 કલાક ચાલેલી બેઠક બાદ, વાયુસેનાએ ટ્વિટ કર્યું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે.
આ પણ વાંચો : કોણ હતા SI મોહમ્મદ ઈમ્તિયાઝ? પાકિસ્તાનથી દેશની રક્ષા કરતા શહીદ થયા












