કોણ હતા SI મોહમ્મદ ઈમ્તિયાઝ? પાકિસ્તાનથી દેશની રક્ષા કરતા શહીદ થયા

જમ્મુ-કાશ્મીર, 11 મે 2025 : જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સરહદ પર સતત ગોળીબારના અહેવાલો મળી રહ્યા છે. પાકિસ્તાન સાથે લડતી વખતે આ ગોળીબારમાં બીએસએફમાં તૈનાત સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ થયા હતા. રવિવાર, 11 મેના રોજ જમ્મુમાં ફ્રન્ટિયર હેડક્વાર્ટર ખાતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 7 અન્ય સૈનિકો પણ ઘાયલ થયા છે. શહીદ સૈનિક મોહમ્મદ ઇમ્તિયાઝ બિહારના છાપરાના રહેવાસી હતા. તેજસ્વી યાદવે તેમના માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરી છે.
શનિવારે ગોળીબાર કર્યોં
શનિવારે જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન તરફથી ગોળીબાર થયો હતો. આમાં બીએસએફના એસઆઈ મોહમ્મદ ઇમ્તિયાઝ શહીદ થયા હતા. અધિકારીઓ કહે છે કે, ‘આ ઘટના આરએસ પુરા સેક્ટરમાં બની હતી.’ દરમિયાન, બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “એસઆઈ મોહમ્મદ ઇમ્તિયાઝે બહાદુરીથી નેતૃત્વ કર્યું અને દેશ માટે અંતિમ બલિદાન આપ્યું.
મોહમ્મદ ઇમ્તિયાઝ કોણ હતા?
સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ બિહારના છાપરાના રહેવાસી હતા. તેમની શહાદતના સમાચાર તેમના ગામ નારાયણપુર પહોંચતા જ સર્વત્ર શોક છવાઈ ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના ઘરે લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે રવિવાર સાંજ સુધીમાં તેમનો મૃતદેહ તેમના ગામ પહોંચી શકે છે. જોકે, તેમના ગ્રામજનો અને પરિવારના સભ્યો તેમની શહાદતથી દુઃખી છે પણ તેમના પર ખૂબ ગર્વ પણ કરે છે કારણ કે તેમણે દેશ માટે પોતાનો જીવ બલિદાન આપ્યો છે.
તેજસ્વી યાદવે પોસ્ટ કરી
મોહમ્મદ ઇમ્તિયાઝની શહાદત પર, તેજસ્વી યાદવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી, જેમાં તેમણે લખ્યું, ‘બિહારના છાપરાના રહેવાસી, બહાદુર BSF સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ સાહેબની બહાદુરી અને બલિદાનને સલામ, જેમણે જમ્મુમાં સરહદ પર દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપ્યો.’ તેમણે આગળ લખ્યું, ‘દેશવાસીઓ હંમેશા તેમની વીરતા, બહાદુરી, હિંમત, બલિદાન અને દેશભક્તિને સલામ કરશે.’
આ પણ વાંચો : Imran Khan Death: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું મૃત્યુ? જાણો આ વાયરલ દાવાની સચ્ચાઈ












