ઓપરેશન સિંદૂર: પાકિસ્તાની શૅર બજારની સાથે રોકાણકારો પણ લોહીલુહાણ, 6000 પોઈન્ટનો કડાકો

પાકિસ્તાન, 7 મે 2025: ભારતના કેસરીયા ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની તો ઠીક તેના શેરબજારની હાલત પણ ખરાબ કરી નાંખી અને તેને લોહીલૂહાણ કરીને લાલ રંગે રંગી નાંખ્યું છે. પોકિસ્તાનના આતંકવાદી કેન્દ્રો પર ભારતના હુમલા બાદ, પાકિસ્તાની બજારોમાં ધબડકો બોલાઇ ગયો હતો. પાકિસ્તાની શેર બજાર ક્રેશ થયું છે. Pakistani stock market and investors also bleed, plunges by 6000 points આજે બુધવારે કરાચી સ્ટોક એક્સચેન્જ (KSE-100) ઈન્ડેક્સ 6000 પોઈન્ટ તૂટી ગયો છે. Operation Sindoor ના એક દિવસ પહેલા KSE-100 ઈન્ડેક્સ 113568.51 પોઈન્ટ પર બંધ થયો હતો જે બુધવારે 6272 થી વધુ પોઈન્ટ ઘટીને 107296.64 પર ખુલ્યો. આ ઘટાડો 5.5 ટકા જેટલો છે.
પાકિસ્તાનના શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. તે દિવસે KSE-100 ઈન્ડેક્સ 118430.35 પોઈન્ટ પર બંધ થયો હતો. ત્યારથી, KSE-100 ઇન્ડેક્સ 9.40 ટકા ઘટ્યો છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનના શેરબજારને મોટો ઝટકો લાગ્યો છે. LUCK, ENGROH, UBL, PPL અને FFC જેવી મોટી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે KSE-100 ઇન્ડેક્સ 1,100 પોઈન્ટ નીચે ગયો.
પહેલગામ હુમલા પછી પાકિસ્તાની બજારોમાં અત્યાર સુધીમાં 4%નો ઘટાડો થયો છે. ટ્રેડ એક્સપર્ટ અનુસાર જ્યાં સુધી ભારત-પાકિસ્તાન તણાવ ઓછો નહિ થાય ત્યાં સુધી બજારમાં સુધારાની આશા નહિવત છે.
આ પણ વાંચો..રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર અંગે આપ્યું મોટું નિવેદન












