ટ્રેન્ડિંગનેશનલ

“આ બધું ના કરો, એ પણ LOC પર”, ભારતીય સેનાની ચેતવણીથી ડરી પાકિસ્તાની સેના, વીડિયો સામે આવ્યો

જમ્મુ: ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન ગભરાયેલુ છે. પરિસ્થિતિ એવી છે કે ભારતીય સેનાની ચેતવણી બાદ પાકિસ્તાની સેનાએ એક જગ્યાએ પોતાની ચાલુ કાર્યવાહી અટકાવી દીધી હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

શું છે આખો મામલો?

ખરેખર, પાકિસ્તાની સેના પોતાના ભટ્ટલ વિસ્તારમાં સિવિલિયન્સની આડમાં ડિફેન્સ બંકર અને સ્ટ્રક્ચર બનાવી રહી હતી. આ દરમિયાન, કંઈક એવું બન્યું જેણે પાકિસ્તાનની ગભરાટને બધાની સામે લાવી દીધી.
જ્યારે ભારતીય સેનાને ખબર પડી કે ભટ્ટલ વિસ્તારમાં ડિફેન્સ બંકર અને સ્ટ્રક્ચર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ભારતીય સેનાએ સ્પષ્ટપણે કહ્યું, “આ બધું ના કરો, તે પણ LOC પર.”
ભારતીય સેનાની આ ચેતવણી પછી, ભટ્ટલના લોકો પાકિસ્તાની સેના પાસે ગયા અને તેમને કામ બંધ કરવાનું કહ્યું અને પાકિસ્તાની સેનાને કામ બંધ કરવું પડ્યું. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જણાવી દઈએ કે પાકિસ્તાની સેના જે સ્થળે  સિવિલિયન્સની આડમાં આ કામ કરી રહી હતી તે સ્થાન જમ્મુમાં કેજી સેક્ટરની ઠીક સામે છે.

ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન હચમચી ગયું હતું

પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે તાજેતરમાં સ્વીકાર્યું હતું કે અનેક ડ્રોનને નિષ્ફળ બનાવવા છતાં, નૂરખાનમાં એક ભારતીય ડ્રોન પહોંચવામાં સફળ રહ્યું હતુ અને એરબેઝને નુકસાન પહોંચાડ્યું હતુ. પાકિસ્તાનના આ સ્વીકારથી તેના એ જુઠ્ઠાણાની પોલ ખુલી ગઈ, જેમાં તેણે કહ્યું હતુ કે, પાકિસ્તાનને કોઈ નુકસાન નથી થયું .
હકીકતમાં, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જે કહ્યું તેનાથી તેમના પોતાના દેશનો પર્દાફાશ થયો અને દુનિયાને ખબર પડી કે મે 2025માં ભારત દ્વારા લોન્ચ કરાયેલા 80 ડ્રોનમાંથી ઘણાને અટકાવવા છતાં, રાવલપિંડીના ચકલાલા વિસ્તારમાં સ્થિત મહત્વપૂર્ણ નૂરખાન એરબેઝને ડ્રોન હુમલાથી નુકસાન થયું હતું.
જણાવી દઈએ કે ભારતના ઓપરેશન સિંદૂરએ પાકિસ્તાનને હચમચાવી નાખ્યું હતું. આ કાર્યવાહી પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કરવામાં આવી હતી.
Back to top button