ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદમાં નિર્ણયનગર અંડરપાસ ઓવરબ્રિજ પર વન-વે ટ્રાફિક વ્યવસ્થા, પોલીસ કમિશનરનું જાહેરનામું

Ahmedabad City Police: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે (IPS) નિર્ણયનગર અંડરપાસ ઉપર આવેલ ઓવરબ્રિજ પર વધતી ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવા માટે મહત્વનો હુકમ જારી કર્યો છે. આ હુકમ અન્વયે ઓવરબ્રિજના એક ભાગને વન-વે જાહેર કરવામાં આવ્યો છે.

હુકમની મુખ્ય વિગતો

વન-વે માર્ગ: નિર્ણયનગર અંડરપાસ ઉપરના ઓવરબ્રિજના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધીનો આશરે 140 મીટરનો માર્ગ ચાંદલોડીયા, ઉમિયાહોલ તેમજ નિર્ણયનગર તરફથી વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તરફ જનાર વાહનો માટે વન-વે રહેશે. કારણ કે, ઓવરબ્રિજ સાંકડો હોવાથી બંને તરફથી આવતા-જતા વાહનોને કારણે ત્યાં અને આસપાસના માર્ગો પર ટ્રાફિક જામ વધી રહ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેની ચર્ચા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વૈકલ્પિક માર્ગ

વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તરફથી નિર્ણયનગર તરફ જનાર વાહન ચાલકોએ ઉમિયા હોલ ત્રણ રસ્તા પરથી યુ-ટર્ન લઈને નિર્ણયનગર તરફ જવું પડશે. આ વિસ્તારમાં ઉમિયા હોલ ત્રણ રસ્તા ટ્રાફિક જંક્શન આવેલું છે.

અમલવારી

આ જાહેરનામાનો અમલ તા. 21 એપ્રિલ 2026ની રાત્રે 12:00 વાગ્યે થશે. આ હુકમ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33 હેઠળ જારી કરવામાં આવ્યો છે.

કાયદાકીય પગલાં

આ આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ સજાને પાત્ર થશે. અમદાવાદ પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આવા ઉલ્લંઘન કરનારા સામે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.

આ નિર્ણયથી નિર્ણયનગર, ચાંદલોડીયા અને ઉમિયાહોલ વિસ્તારમાં ટ્રાફિક પ્રવાહ વધુ સરળ અને સુગમ બનશે તેવી અપેક્ષા છે. વાહન ચાલકોને અપીલ છે કે તેઓ નવી વ્યવસ્થાનું પાલન કરે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે. વાહન ચાલકોને સલાહ છે કે આ વિસ્તારમાંથી પસાર થતી વખતે નવા નિયમોનું ધ્યાન રાખે અને ટ્રાફિક સિગ્નલ તેમજ પોલીસના સૂચનો મુજબ વર્તે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર સિવિલમાં કલેક્ટરને ‘કોમન મેન’નો કડવો અનુભવ, કેસ કઢાવવા ગયા ને જવાબ મળ્યો – બારી બંધ છે

Back to top button