ગુરુ પૂર્ણિમાના અવસર પર એક્ટ્રેસ કરિશ્મા તન્નાના ઘરે ગુંજી કિલકારી, પુત્રને આપ્યો જન્મ

Karishma Tanna : ગુરુ પૂર્ણિમાના અવસર પર ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના અને તેના પતિ વરુણ બાંગેરાના જીવનમાં ખુશીનું આગમન થયું છે. હકીકતમાં, તેઓ માતા-પિતા બન્યા છે. કરિશ્માએ 29 જુલાઈના રોજ એક પુત્રને જન્મ આપ્યો હતો. આ દંપતીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના ચાહકો સાથે આ માહિતી શેર કરી હતી. આ દંપતીએ પોસ્ટમાં ગુરુ પૂર્ણિમાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો.
કરિશ્મા અને વરુણે એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે, “આ એક છોકરો છે. આ અમારા માટે સૌથી મોટો આશીર્વાદ છે.” પોસ્ટ શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું હતું, “ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે જન્મ. અમારા માટે સૌથી મોટો આશીર્વાદ અમારી સાથે છે. અમારી દુનિયામાં આપનું સ્વાગત છે, નાના મહેમાન.” આ દંપતીએ તેમના પુત્રની જન્મ તારીખનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે 29 જુલાઈ, 2026 છે.
https://www.instagram.com/p/DbX-0iYO9me/?utm_source=ig_embed&ig_rid=Ai5EzZZc7ftfoelGiY6EGdw
લગ્નના ચાર વર્ષ બાદ બન્યા માતાપિતા
કરિશ્મા અને વરુણ હવે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની ગયા છે. ચાહકોથી લઈને સ્ટાર્સ સુધી દરેક વ્યક્તિ તેમની પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે અને તેમને અભિનંદન આપી રહ્યા છે. આ તેમનું પહેલું બાળક છે. લગ્નના ચાર વર્ષ બાદ આ દંપતી માતાપિતા બન્યું. કરિશ્મા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના બેબી બમ્પના ફોટા શેર કરતી હતી અને વરુણ પણ તેની સાથે જોવા મળતો હતો. હવે, તેમના જીવનમાં એક નાનો મહેમાન આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મિત્રતા, પ્રેમ અને પછી લગ્ન
કરિશ્મા તન્ના અને વરુણ બાંગેરાએ ફેબ્રુઆરી 2022માં લગ્ન કર્યા હતા. તેઓ પહેલા એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. તેમની મિત્રતા ખીલી અને પછી પ્રેમ થયો. તેઓએ ડેટિંગ શરૂ કર્યું. નવેમ્બર 2021માં તેમની સગાઈ થઈ. ત્રણ મહિના પછી, તેઓએ લગ્ન કર્યા. હવે, તેઓ માતાપિતા પણ છે. કરિશ્મા એક લોકપ્રિય અભિનેત્રી છે, જ્યારે વરુણ મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે.
આ પણ વાંચો : CJP પ્રેટેસ્ટમાં PM મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા પર પોલીસનું એક્શન, FIR નોંધી માંગી ડિટેલ












