દિવાળી ઉપર દેશવાસીઓને શું ભેટ: ભારત હવે ન્યૂકલીયરની ધમકીઓને સહન કરશે નહીં, આઝાદી પર્વે ધ્વજ લહેરાવ્યા બાદ વડાપ્રધાનનું સંબોધન

- 2047માં પરમાણુ ક્ષમતા વધારવાનું લક્ષ્ય
- GST માં મોટા ફેરફારોની જાહેરાત
- ઓપરેશન સિંદૂરમાં આત્મનિર્ભરતાથી ત્વરિત જવાબો આપ્યા…..
- જવાનોને દુશ્મનોના દાંત ખાટા કરવા માટે બિરદાવ્યા…
- પાકિસ્તાનને સિંધુ જળ સંધિના પાણી નહીં મળે, તેના ઉપર ભારતનો જ અધિકાર
- કોવિડમાં ભારતના યુવાનોનું સામર્થ્ય ઝળકી આવ્યું છે
- યુવાનોને મળશે રૂપિયા 15000 રોજગારી રકમ
એચડી ન્યૂઝ ડેસ્ક, 15 ઓગસ્ટ 2025: આખો દેશ આજે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 12મી વખત લાલ કિલ્લાના પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યો હતો આ વખતે થીમ ‘નવું ભારત’ છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને ભવ્ય બનાવવા માટે 5000 ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. લાલ કિલ્લા અને તેની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ‘ઓપરેશન સિંદૂર’ માટે તેમણે સેના અને જવાનોને અભિનંદન આપીને દુશ્મન દાંત ખાટા કરવા બિરદાવ્યા હતા. આતંકીઓને પોષવાવાળા સામે એમ કહ્યું હતું કે તેનો માનવતાના સમાન દુશ્મન છે. ભારત હવે ન્યૂકલીયરની ધમકીઓને સહન કરશે નહીં. ભારત મુંહતોડ જવાબ આપશે. ઓપરેશન સિંદૂર માટે આત્મનિર્ભરતાની વાત કરીને તેમણે કોઇ પાસે શસ્ત્રોની રાહ જોવાનો વારો ન આવ્યો એ મેડ ઇન ઇન્ડિયાની સાબિતી છે. 21મી સદી ટેકનોલોજીની છે તેમ કહ્યું હતું. યુવાનો માટે રોજગારી યોજનાની જાહેરાત પણ કરાઇ છે. જેમાં રૂપિયા 15000 મળવાની વાત છે. જે ખાનગી કંપનીના યુવા કર્મચારીઓને ફાયદો થઇ શકે છે.
ભારતની નદીઓનું પાણી ભારતના કિસાનો માટે, સિંધુ સમજૌતો મંજૂર નથી
સિંધુનો સમજૌતો કેટલો અન્યાયપૂર્ણ છે. ભારતની નદીઓનું પાણી દુશ્મનોની ખેતીને સિંચી રહ્યું છે. મારા ભારતના કિસાનોની જમીનો તરસી છે. આવો સમજૌતો હતો? આ અન્યાય સહન ન કરાય, હિંદુસ્તાનના પાણીનો અધિકાર માત્ર હિન્દુસ્તાનનો અને અહીંના કિસાનોનો છે. કિસાન હિતમાં, રાષ્ટ્રહિતમાં સિંધુનો સમજૌતો અમને મંજૂર નથી.
GST: આ દિવાળી માટે તમારા માટે ભેટ બનશે
પીએમ મોદીએ કહ્યું, ‘અમે કર પ્રણાલીને સરળ બનાવી છે. છેલ્લા આઠ વર્ષમાં, અમે GST માં મોટો સુધારો કર્યો છે અને દેશભરમાં કરનો બોજ ઘટાડ્યો છે. અમે આગામી પેઢીના GST સુધારા લાવી રહ્યા છીએ.’ પીએમ મોદીએ કહ્યું, ‘8 વર્ષ પછી, સમયની માંગ એ છે કે તેની સમીક્ષા કરવામાં આવે, ત્યારબાદ અમે એક ઉચ્ચ શક્તિ સમીક્ષા સમિતિની રચના કરી અને સમીક્ષા શરૂ કરી. અમે રાજ્યો સાથે પણ પરામર્શ કર્યો. અમે આગામી પેઢીના GST સુધારા લાવી રહ્યા છીએ. આ દિવાળી માટે તમારા માટે ભેટ બનશે. સામાન્ય માણસની જરૂરિયાતો પરના કરમાં ઘણી હદ સુધી ઘટાડો થશે. આપણા MSME, આપણા નાના ઉદ્યોગોને મોટો ફાયદો મળશે અને રોજિંદા વસ્તુઓ ખૂબ સસ્તી થશે. તેનાથી અર્થતંત્રને પણ એક નવો વેગ મળશે.’
આત્મનિર્ભર બનવાની દિશામાં સમુદ્રમંથન
આત્મનિર્ભરતાના અનુસંધાને મિશન મોડ ઉપર કામ કરવાનું છે. નેશનલ ડીપ વોટર એસ્કેવેશન મિશન શરૂ કરવાનું છે. જે તેલખનન માટે ખૂબ ઉપયોગી બનશે. ક્રિટીકલ મિશન પણ લોંચ કરવામાં આવ્યું છે. વિશ્વ આખું સચેત છે ત્યારે ભારત ખનિજ, સંરક્ષણ, ઉર્જા આત્મનિર્ભરતા દાખવવી અનિવાર્ય છે અને તે મુજબ સરકાર પગલાં ભરી રહી હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી ગર્વભેર કહ્યું હતું.
દેશમાં સુદર્શન ચક્ર મિશન શરૂ કરાશે
વડાપ્રધાને મોદીએ કહ્યું કે દેશ સુદર્શન ચક્ર મિશન શરૂ કરવા જઈ રહ્યો છે. આ સુદર્શન ચક્ર એક શક્તિશાળી શસ્ત્ર પ્રણાલી હશે, જે ફક્ત દુશ્મનના હુમલાને જ નહીં, પણ દુશ્મન પર અનેક ગણો વળતો પ્રહાર પણ કરશે. અમે આગામી દસ વર્ષમાં સુદર્શન ચક્ર મિશનને જોશથી આગળ લઈ જઈશું. આ અંતર્ગત, 2035 સુધીમાં દેશના તમામ મહત્વપૂર્ણ સ્થળોને આ રાષ્ટ્રીય સુરક્ષા કવચથી આવરી લેવામાં આવશે. આ સુરક્ષા કવચનો વિસ્તાર થતો રહેશે. દેશના દરેક નાગરિકે સુરક્ષિત અનુભવ કરવો જોઈએ. આ માટે, હું 2035 સુધીમાં આ રાષ્ટ્રીય સુરક્ષા કવચનો વિસ્તાર કરવા માંગુ છું, તેથી શ્રી કૃષ્ણ પાસેથી પ્રેરણા લઈને, અમે સુદર્શન ચક્રનો માર્ગ પસંદ કર્યો છે.
85 સરપંચો ઉજવણીમાં સામેલ થયા
દેશભરમાંથી 85 સરપંચો ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. ઉજવણી દરમિયાન ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેઓ લાલ કિલ્લા માટે રવાના થયા બાદ તેમણે ત્રિરંગો ફરકાવ્યો હતો. ફ્લાઇંગ મહિલા ઓફિસરની ત્યારે વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે જૂના નેતાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ, મહિલાઓના યોગદાનને વિશેષ યાદ કર્યું છે. સંબોધનમાં તેમણે સંવિધાનના નિર્માતાઓને નમન કર્યા છે.
આ પણ વાંચો: આ વખતે PM મોદીની આ ખાસ પાઘડી સમાચારમાં છે, જુઓ 12 વર્ષમાં તેમનો સાફો કેવી રીતે બદલાતો રહ્યો












