રાજકોટ પોલીસ એક્શનમાં: 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશીઓને ઝડપી પાડયા

રાજકોટ, 3 મે, કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘુષણખોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. જેને લઈને છુપી રીતે પ્રવેશ કરનાર ઘણા બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાની લોકોને ઝડપવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાંથી 4 પાકિસ્તાની અને 6 બાંગ્લાદેશીઓને પોલીસે પકડી પાડ્યા છે. હાલ, પોલીસ તમામની પૂછપરછ કરી રહી છે અને બાદમાં તેમની ડિપોર્ટેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રાજકોટ શહેરમાં પોલીસ સર્ચ ઓપરેશન (Search Operation)માં 6 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસના સર્ચ ઓપરેશનમાં કુલ 21 વ્યક્તિ ઝડપાયા છે. રાજકોટના ભગવતીપરા, મોરબી રોડ, રામનાથપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આ 6 બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું હતું. હાલ, રાજકોટમાંથી ઝડપાયેલા બાંગ્લાદેશીઓની સંખ્યા 21 થઈ ગઈ છે. પાકિસ્તાન નગરરકની વાત કરીએ તો વર્ષો પહેલાં આ પાકિસ્તાની રાજકોટ આવ્યા હતા અને બાદમાં પરત નહોતા ફર્યા. લગભગ બે દાયકા કરતાં વધુ સમયથી તેઓ ગેરકાયદે રાજકોટમાં રહેતા હતા. આ પાકિસ્તાનીઓમાંથી એક સગીર હોવાનું પણ સામે આવ્યું છે.
LCBને મળેલી બાતમીના આધારે ટીમે લોધીકા તાલુકામાં પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાં 4 પાકિસ્તાની નાગરિકો ગેરકાયદે રહેતા હોવાનું સામે આવતા તેમેને ઝડપી લેવાયા હતાં. આ પાકિસ્તાની પરિવાર પાસેથી ભારતીય ચૂંટણી કાર્ડ સહિતના પુરાવા પણ મળી આવ્યા હતાં. જે વિશે વધુ પૂછપરછ હાથ ધરાતા તેઓએ પાકિસ્તાની હોવાનું કબૂલ્યું હતું. હાલ, બાંગ્લાદેશીઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં પૂછપરછ બાદ અનેક મોટા ખુલાસા થવાની આશંકા છે. તમામની યોગ્ય પૂછપરછ થયા બાદ વિદેશ નાગરિક હોવાની પુષ્ટિ થતાં જ તેમને પોતાના દેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો..મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ: યુવતીએ કહ્યું લગ્ન કરવાનું કહી…..












