આદિપુરમાં ગેરકાયદે બાંધકામ મામલે 61 મિલકતધારકોને નોટિસ, કંડલા પોર્ટ પ્રશાસને આપ્યો સ્ટે

ભુજ, 31 જુલાઇ 2025: Gandhidham Housing Issue ગાંધીધામના જોડિયા નગર આદિપુરના રહેણાક વિસ્તારમાં ગેરકાયદે કરાયેલા વ્યાવસાયિક બાંધકામ મુદ્દે એસ.આર.સી. દ્વારા એક સાથે 61 મિલકતધારકોની લીઝ રદ કરવામાં આવતા સંકુલમાં દોડધામ મચી ગઇ છે. જોકે, આ મામલે દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ દ્વારા રૂક જાઓનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ, જેમના પ્લોટોની લીઝ રદ થઈ છે તે પ્લોટધારકોએ એસ.આર.સી. ખાતે રજૂઆત કરીને આ નોટિસ પરત ખેંચવા માંગ કરી છે.
મામલો ટોક ઓફ ધ ટાઉન
ભારત પાકિસ્તાનના ભાગલા બાદની ગાંધીધામ – આદિપુરની વસાહત સંસ્થા સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન (એસ.આર.સી.)ના આ પગલાંના કારણે ધંધા રોજગાર ઉપર આફત મંડરાઈ છે, ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. એસ.આર.સી. દ્વારા છ મહિનામાં લીઝ જમા કરાવવા માટેની તાકીદ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. દરમિયાન, 61 પ્લોટની લીઝ રદ થઈ છે તે પ્લોટધારકોએ એસ.આર.સી. ચેરમેન પ્રેમ લાલવાણી સમક્ષ રૂબરૂમાં રજૂઆત કરી હતી અને લીઝની નોટિસ પરત લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર ગાંધીધામ આદિપુર માટે યોગ્ય નિર્ણય લઈ તમામ સામે સમાન કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
પ્લોટધારકોએ લીઝ મંજૂર કરાવવા કરી પ્રક્રિયા
આ રજૂઆત મામલે ત્રણ દિવસમાં જવાબ આપવા પીડિત પ્લોટધારકોએ માંગ કરી છે. દરમ્યાન જે પ્લોટોની લીઝ રદ થઈ તે પૈકી ત્રણથી ચાર પ્લોટધારકે કોમર્શિયલ ગતિવિધિ બંધ કરીને લીઝ પુન: મંજૂર કરવા માટે એસ.આર.સી.માં અરજી કરી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઘોરાડ પંખીને લુપ્ત થતાં બચાવવા પડે: સુપ્રીમ કોર્ટની સમિતિએ મૂક્યા બે પ્રસ્તાવ
આ પણ વાંચો: આ ભગવાની જીત છે: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ચુકાદા પછી સાધ્વી પ્રજ્ઞાની પ્રતિક્રિયા આવી












