ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

AI ની મદદથી ચુકાદા નહીં આપે ન્યાયાધીશ! હાઇકોર્ટન આદેશ, ઉલ્લંઘન પર થશે કાર્યવાહી

કેરળઃ 20 જુલાઈ, 2025: Strict Guidelines for Uses of AI in Courts: ન્યાયિક નિર્ણયો લેવા માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાધનોનો ઉપયોગ કરવામાં નહીં આવે. કેરળ હાઇકોર્ટે આ દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે અને એક નવી ગાઇડલાઇન જારી કરી છે, જેમાં જિલ્લા અદાલતોને AI નો મર્યાદિત અને જવાબદારી પૂર્વકનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

AI દ્વારા નહીં લેવામાં આવે ન્યાયિક નિર્ણય

હાઇકોર્ટ દ્વારા જારી કરાયેલ ‘જિલ્લા ન્યાયતંત્રમાં AI ટૂલ્સના ઉપયોગ સંબંધિત નીતિ’માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, AI ટૂલ્સનો ઉપયોગ ફક્ત સહાયક સાધન તરીકે થઈ શકે છે, કોઈપણ નિર્ણય અથવા કાનૂની અભિપ્રાય માટે નહીં.

ગંભીર પરિણામ આવી શકે છે

કોર્ટના મતે, દેશમાં આ પહેલી એવી નીતિ છે જે ન્યાયિક પ્રક્રિયામાં AI ના કાર્યક્ષેત્રને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે. તેમાં જણાવાયું છે કે, AI ના આડેધડ ઉપયોગથી ગોપનીયતા ઉલ્લંઘન, ડેટા સુરક્ષા જોખમો અને ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસનો અભાવ જેવા ગંભીર પરિણામો આવી શકે છે.

ગાઇડલાઇન મુજબ, ‘AI ટૂલ્સનો ઉપયોગ ફક્ત ખાસ પરવાનગી આપેલા હેતુઓ માટે જ કરવામાં આવશે. તેનો ઉપયોગ ન્યાયિક આદેશો, તારણો, રાહતો અથવા નિર્ણયો લેવા માટે કોઈપણ રીતે કરી શકાતો નથી.’

આ ગાઇડલાઇનનો હેતુ ન્યાયાધીશો અને ન્યાયિક કર્મચારીઓને તેમની નૈતિક અને કાનૂની ફરજો પ્રત્યે જાગૃત કરવાનો છે. માનવ દેખરેખ, પારદર્શિતા, નિષ્પક્ષતા, ગોપનીયતા અને જવાબદારી જાળવવી ફરજિયાત છે.

નિયમોનો ભંગ કરવા બદલ કરાશે કાર્યવાહી

આ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવા બદલ શિસ્તભંગના પગલાં લેવાની પણ જોગવાઈ છે. આ ગાઇડલાઇન રાજ્યના જિલ્લા ન્યાયતંત્ર, તેમના સ્ટાફ અને તેમની સાથે કામ કરતા ઇન્ટર્ન અથવા કાયદા કારકુનોને પણ લાગુ પડશે.

જનરેટિવ ટૂલ્સના ઉપયોગ પર પ્રતિબંધ

આ નીતિમાં ChatGPT, Gemini, Copilot લોટ અને Deepseek જેવા જનરેટિવ એઆઈ ટૂલ્સનો પણ સમાવેશ થાય છે. તે એમ પણ જણાવે છે કે આ નીતિ બધી પરિસ્થિતિઓમાં લાગુ પડશે, પછી ભલે AI ટૂલ્સનો ઉપયોગ વ્યક્તિગત, કોર્ટ અથવા થર્ડ પાર્ટી ડિવાઇસ પર કરવામાં આવે.

 આ પણ વાંચોઃ વડોદરા: ગ્રાહકોનું રજિસ્ટર નહિ રાખનાર ગેરેજ અને મોબાઇલ શોપના સંચાલકોની ધરપકડ

આ પણ વાંચોઃ ‘રમત અને રાજકારણને ભેગાં ન કરવા જોઈએ…’ ભારત-પાક. મેચ રદ થતાં ભડક્યાં કેન્દ્રીય મંત્રી

Back to top button