ટ્રેન્ડિંગનેશનલ

‘રમત અને રાજકારણને ભેગાં ન કરવા જોઈએ…’ ભારત-પાક. મેચ રદ થતાં ભડક્યાં કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ 20 જુલાઈ, 2025: INDIA-PAK MATCH: કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ રવિવારે દેશવ્યાપી વિરોધ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સ (WCL) ક્રિકેટ મેચ રદ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘રમતગમતમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ. રમતગમતમાં રાજકારણને ઘુસવાની કોઈ જરૂર નથી. જો મેચ ભારતમાં થઈ હોત તો તે ગંભીર બાબત હોત. પરંતુ મેચ ઇંગ્લેન્ડમાં છે. આપણે પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું છે. આપણે તેમની ક્રિકેટ ટીમને પણ હરાવી છે. તેથી વિપક્ષે તેમાં રાજકારણ ન કરવું જોઈએ.’

રમત અને રાજકારણ ભેગું ન કરો

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા, આઠવલેએ રાષ્ટ્રીય ભાવનાને સ્વીકારી પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓ અને રમતગમતની ઘટનાઓ વચ્ચેનો તફાવત દર્શાવ્યો. તેમણે વધુમાં કહ્યું કે, ‘ભારત VS પાકિસ્તાન મેચ ઇંગ્લેન્ડ (WCL) માં યોજાવાની હતી. એ સાચું છે કે પહલગામમાં આતંકવાદીઓએ હુમલો કર્યો અને તે પછી આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો… પરંતુ મેચનો મામલો અલગ છે.”

પ્રિયંકા ચતુર્વેદીની પ્રતિક્રિયા

આ દરમિયાન, શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ રવિવારે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ લિજેન્ડ્સ (WCL) દ્વારા ભારત-પાકિસ્તાન મેચ રદ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું અને તેને તાજેતરની આતંકવાદી ઘટનાઓને પગલે દેશની સામૂહિક લાગણીઓનો વિજય ગણાવ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું કે, ‘દેશનો સામૂહિક અવાજ પહાડોને પણ ડગાવી શકે છે. એ તમામ લોકોનો ખૂબ-ખૂબ આભાર જેણે ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો સામે મજબૂત વલણ અપનાવ્યું, ખાસ કરીને પહલગામ અને ઓપરેશન સિંદૂર પછી અને આ મેચ રદ કરવાનું આહ્નાનું સમર્થન કર્યું. અને જુઓ મેચ રદ થઈ. જય હિન્દ.’

નોંધનીય છે કે, આજે સવારે, ડબ્લ્યુસીએલએ આ હાઇ-પ્રોફાઇલ મેચને રદ કરવાની પુષ્ટિ કરી અને જનતા તેમજ ભારતીય ક્રિકેટના દિગ્ગજોની ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી.

આ પણ વાંચોઃ ટ્રમ્પની ધમકીની અસર દેખાઈ, પુતિન યુક્રેન સાથે શાંતિ કરાર માટે તૈયાર છે, રશિયા દબાણ હેઠળ છે

આ પણ વાંચોઃ દવાઓના બદલામાં દર્દીઓ સાથે સંબંધ, કોણ છે આ ભારતીય મૂળના ડૉક્ટર

Back to top button