IPL ટ્રોફી હાથમાં લઈને અનુષ્કા શર્માએ વિરાટ કોહલીના કપાળે ચુંબન કર્યું, શેર કર્યો ફોટો, કોમેન્ટે દિલ જીત્યા

IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ સામેની ઐતિહાસિક અને પ્રભાવશાળી જીતથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ચાહકો ઉત્સાહમાં છે. ટાઇટલ જીત્યા બાદથી જ મેદાન પર ઉજવણીનો માહોલ છવાયો છે. આ દરમિયાન અનુષ્કા શર્માએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જે પોસ્ટ થતાંની સાથે જ વાયરલ થઈ ગયો છે.
અનુષ્કાએ શેર કરી રોમેન્ટિક તસવીર
વિજયના આ ખાસ પ્રસંગે અનુષ્કા શર્માએ એક રોમેન્ટિક ફોટો શેર કર્યો છે. અનુષ્કા શર્માએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક રોમેન્ટિક અને સુંદર ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટામાં તે તેના પતિ વિરાટ કોહલી પર પ્રેમનો વરસાદ વરસાવતી જોઈ શકાય છે. RCBની ટાઇટલ જીતની ખુશી બંનેના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વાયરલ તસવીરમાં અનુષ્કા વિરાટના કપાળ પર કપાળ પર ચુંબન કરતી જોવા મળે છે, જે તેમની વચ્ચેનો પ્રેમ સ્પષ્ટપણે દર્શાવે છે.
ટ્રોફી સાથેનો ખાસ પોઝ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટામાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ની વચ્ચે IPL ટ્રોફી પણ જોવા મળે છે. રેડ બેકગ્રાઉન્ડમાં પડાવેલા આ ફોટોમાં વિરાટ હસીને નીચે જોઈ રહ્યો છે અને અનુષ્કા તેને ચુંબન કરી રહી છે.
આ કેપ્શને ચાહકોનું ધ્યાન ખેંચ્યું
અનુષ્કા શર્માએ આ ખાસ ફોટો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં વધારે કંઈ લખ્યું નહીં, તેના બદલે ફક્ત ત્રણ ઇમોજીનો ઉપયોગ કર્યો છે. તેનો અર્થ છે વિકટ્રી, હાર્ટ અને નમસ્તે. શબ્દો વિના પણ તેનું કેપ્શન આ મોટી જીત પરનો આનંદ, વિરાટ પ્રત્યેનો તેનો પ્રેમ અને ભગવાન પ્રત્યેનો તેનો આભાર વ્યક્ત કરે છે. ચાહકો આ ફોટો પર ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે અને તેને સિઝનનો સૌથી સુંદર ફોટો ગણાવી રહ્યા છે.
View this post on Instagram
ફેન્સ ખુશ થયા
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના આ ફોટા પર ચાહકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ મળી રહી છે. એક યુઝરે રમૂજી રીતે ટિપ્પણી કરી કે પાક્કુ આ બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. બીજા યુઝરે લખ્યું, અનુષ્કા પાસે સૌથી મોંઘી ટ્રોફી છે. બીજા યુઝરે લખ્યું છે, અનુષ્કાએ પ્રાર્થના કરી, વિરાટ રમ્યો અને બેંગ્લોર જીતી ગઈ. ઘણા યુઝર્સે ટિપ્પણી વિભાગમાં હાર્ટ ઇમોજી પણ બનાવ્યા છે.












