અમેરિકા-ઈરાન વચ્ચે ફરી આ તારીખે થશે વાતચીત, આ દેશમાં યોજાશે શાંતિ મંત્રણા
New date for US-Iran talks announced!: મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે હવે ફરી એકવાર કૂટનીતિક ઉકેલ માટે પ્રયાસો તેજ બન્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ન્યુક્લિયર મુદ્દે નવી ચર્ચા શરૂ થવાની તૈયારી છે. અહેવાલો મુજબ, બંને દેશોના પ્રતિનિધિઓ ઇસ્લામાબાદ પહોંચશે અને સોમવારે સત્તાવાર ચર્ચા શરૂ થઈ શકે છે. જોકે, આ બેઠક અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ડોનાલ્ડ ટ્રંપએ અગાઉ સંકેત આપ્યો હતો કે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં ચર્ચા થઈ શકે છે, જેનાથી એવું લાગી રહ્યું છે કે પર્દા પાછળ તૈયારી લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. બીજી તરફ, ઈરાનના સૂત્રો મુજબ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે કારણ કે અગાઉની વાતચીત કોઈ સ્પષ્ટ પરિણામ આપી શકી નહોતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ વચ્ચે, હોર્મુઝ સ્ટ્રેટ સમગ્ર સંકટનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. વિશ્વના તેલ પરિવહન માટે આ સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંથી એક છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની નૌસેનાની નાકાબંધી દૂર નહીં કરે, તો આ માર્ગ બંધ કરવાની કાર્યવાહી થઈ શકે છે. જો એવું થાય તો વૈશ્વિક ઊર્જા સંકટ વધુ ઊંડું થઈ શકે છે.
આ ઉપરાંત, લેબનાનમાં ઇઝરાયલ અને હિઝ્બુલ્લાહ વચ્ચે ચાલી રહેલા સીઝફાયરનો મુદ્દો પણ આ ચર્ચામાં મહત્વપૂર્ણ બની રહ્યો છે. ઈરાન હિઝ્બુલ્લાહનો સમર્થક હોવાને કારણે આ મુદ્દો ચર્ચા પર સીધી અસર કરી શકે છે.
એક તરફ અમેરિકા આ ચર્ચા અંગે આશાવાદી દેખાઈ રહ્યું છે, તો બીજી તરફ ઈરાન હજુ પણ સાવચેત વલણ રાખી રહ્યું છે. બંને દેશો વચ્ચે વિશ્વાસની ખામી હજી પણ સૌથી મોટી અડચણ છે. આવનારી બેઠકથી મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપિત થશે કે તણાવ વધુ વધશે, તે હવે સમય જ બતાવશે.
આ પણ વાંચો : Horoscope 18th April: આ રાશિના લોકોની કરિયર સુધરશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય












