ગુપ્ત રીતે UAE પહોંચ્યા નેતન્યાહુ, રાષ્ટ્રપતિ નાહયાન સાથે કરી મુલાકાત; આખરે આ સિક્રેટ મીટિંગમાં શું થયું?

Netanyahu Secret UAE Visit: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ વીકેન્ડમાં ગુપ્ત રીતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ UAEના રાષ્ટ્રપતિને એવા અહેવાલોનું ખંડન કરવા કહેવાનો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે ઇઝરાયેલી નેતાને 7 ઓક્ટોબર, 2023ના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર થયેલા હમાસના હુમલા અંગે અગાઉથી ચેતવણી આપી હતી. ઇઝરાયેલી નેતાના આ પ્રવાસની માહિતી ધરાવતા બે લોકોએ સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, નેતન્યાહુ અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન વચ્ચે રવિવારે બેઠક યોજાઈ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નેતન્યાહુએ કેમ કર્યો ગુપ્ત પ્રવાસ?
નેતન્યાહુના પ્રવાસના સમાચાર સૌથી પહેલા ઇઝરાયેલના ચેનલ 12 ટીવી સ્ટેશને આપ્યા હતા. આ મામલાની માહિતી ધરાવતી એક વ્યક્તિએ જણાવ્યું કે વાતચીતનો મુખ્ય વિષય ઇઝરાયેલી અખબાર ‘હારેત્ઝ’ (Haaretz) માં આ મહિનાની શરૂઆતમાં છપાયેલો એક અહેવાલ હતો. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે અમીરાતી નેતાએ નેતન્યાહુને હમાસના હુમલા અંગે ચેતવણી આપી હતી, જે 7 ઓક્ટોબર, 2023ના રોજ થયો હતો અને જેના કારણે યુદ્ધ શરૂ થયું હતું. બેઠક વિશે સીધી માહિતી ધરાવવાનો દાવો કરતી વ્યક્તિના જણાવ્યા મુજબ, નેતન્યાહુએ શેખ મોહમ્મદને તે અહેવાલનું જાહેરમાં ખંડન કરવા વિનંતી કરી હતી.
આ પણ વાંચોઃ ‘ચૂપ થઈને ઊંઘી જા’… મમ્મીના ઠપકાથી ઈશા સિંહનું ટેન્શન દૂર થયું, એશિયન ગેમ્સમાં જીત્યો સિલ્વર મેડલ
બંને દેશો તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી
નેતન્યાહુના કાર્યાલયે અગાઉથી જ ‘હારેત્ઝ’ના અહેવાલને નકારી કાઢ્યો હતો. આ ગુપ્ત યાત્રા અંગે માહિતી આપનાર વ્યક્તિ અને પ્રાદેશિક અધિકારીએ નામ ન આપવાની શરતે વાત કરી હતી. UAEના વિદેશ મંત્રાલયે આ બેઠકના સમાચાર પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. પરંતુ મંત્રાલયે જણાવ્યું કે તે ઇઝરાયેલ સાથે “ખુલ્લા અને સીધા સંપર્ક માધ્યમો” જાળવી રાખે છે અને “તમામ સંબંધિત ગુપ્ત માહિતી (ઇન્ટેલિજન્સ)” શેર કરે છે. બીજી તરફ, નેતન્યાહુના કાર્યાલય તરફથી આ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી આવી નહોતી.
7 ઓક્ટોબર 2023ના રોજ શું થયું હતું?
7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર 5000થી વધુ રોકેટ છોડ્યાનો દાવો કર્યો હતો. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, તેમની તરફથી પણ ગાઝા પટ્ટીમાં કેટલાક સ્થળોને નિશાન બનાવીને જવાબી હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદી જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ સામે નવા લશ્કરી અભિયાનની જાહેરાત બાદ જેરૂસલેમમાં સતત સાયરન સંભળાયા હતા. ઇઝરાયેલ દ્વારા રોકેટ-રોધી પ્રણાલી તૈનાત કર્યા બાદ ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા.
આ પણ વાંચોઃ TMCના નામ અને પ્રતીક પર 3 મહિનામાં આખરી નિર્ણય કરો: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને નિર્દેશ












