NEET-UG 2026 મામલે NSUIના વિદ્યાર્થીઓ રસ્તા પર, NTA કાર્યાલય બહાર જોરદાર વિરોધ પ્રદર્શન

NSUI protest: NEET-UG 2026 પરીક્ષાના પેપર લીક અને અનિયમિતતાઓના વિવાદને લઈને રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (NSUI) એ આજે NTA કાર્યાલયની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે. NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખડના નેતૃત્વમાં સેંકડો વિદ્યાર્થીઓએ ભારતીય ઝંડા અને NSUIના બેનર સાથે નારાબાજી કરીને પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓએ ‘NTAને તાત્કાલિક ભંગ કરો’, ‘શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે’, ‘સુપ્રીમ કોર્ટની નજર હેઠળ CBI તપાસ થાય’ જેવી માંગણીઓ કરી છે. તેમણે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને મફત માનસિક આરોગ્ય સહાય, કાનૂની મદદ અને આર્થિક વળતર પણ આપવાની માંગ કરી છે.
22 लाख NEET अभ्यर्थियों के भविष्य के साथ खिलवाड़ बर्दाश्त नहीं!
NSUI के राष्ट्रीय अध्यक्ष @VinodJakharIN के नेतृत्व में सैकड़ों छात्रों ने NTA कार्यालय के बाहर जोरदार विरोध प्रदर्शन किया और मांग की—
✊ NTA को तुरंत भंग किया जाए
✊ शिक्षा मंत्री धर्मेंद्र प्रधान इस्तीफा दें
✊… pic.twitter.com/Fiaxzox43B— NSUI (@nsui) May 16, 2026
3 મે 2026ના રોજ દેશભરમાં યોજાયેલી NEET-UG 2026 પરીક્ષામાં આશરે 22 લાખથી વધુ અભ્યર્થીઓએ ભાગ લીધો હતો. પરીક્ષા પછી જ વોટ્સએપ અને ટેલિગ્રામ પર વહેતા ગેસ પેપરમાંથી અનેક પ્રશ્નો વાસ્તવિક પેપરમાં મેળ ખાતા હોવાના આરોપો સામે આવ્યા હતા. આ વિવાદને લઈને NTAએ 12 મેના રોજ આખી પરીક્ષા રદ કરી દીધી હતી અને પારદર્શિતા જાળવવા માટે પુનઃપરીક્ષાની જાહેરાત કરી હતી. NTAએ સરકારની મંજૂરીથી આ નિર્ણય લીધો હતો. CBIએ આ મામલાની તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 7થી 8 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં પુણેના કેમિસ્ટ્રી પ્રોફેસર પી.વી. કુલકર્ણી (આરોપી માસ્ટરમાઈન્ડ) સહિત અનેક વ્યક્તિઓ સામેલ છે.
પુનઃપરીક્ષાની તારીખ 21 જૂન 2026 જાહેર કરવામાં આવી છે. આ વિવાદને કારણે વિદ્યાર્થીઓમાં તીવ્ર માનસિક તણાવ વધ્યો છે અને અહેવાલો અનુસાર અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યાના પગલાં પણ લીધા છે. NSUIએ જણાવ્યું કે વિદ્યાર્થીઓની મહેનત, માતા-પિતાના સપના અને દેશની શિક્ષણ વ્યવસ્થા સાથે થતા આ અન્યાય સામે તેમની લડત ચાલુ રહેશે. “પેપર લીક બંધ કરો, વિદ્યાર્થીઓને ન્યાય આપો!”ના સૂત્રો સાથે આ આંદોલન હજુ ચાલુ છે.
આ વિવાદે શિક્ષણ વ્યવસ્થા પર સવાલો ઊભા કર્યા છે અને વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યની સુરક્ષા માટે સરકાર પાસે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ઈતિહાસ બની જવું કે ભૂગોળમાં રહેવું તે PAK જાતે નક્કી કરે, Army Chief આકરા પાણીએ












