Supreme Court: ‘બદનામ કરવાની મંજૂરી આપી શકાતી નથી’, NCERT પુસ્તકના કંન્ટેન્ટ અંગે નારાજ થયા CJI

CJI Over NCERT’s Textbook: ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે NCERT ના એક પુસ્તકની નોંધ લીધી છે જેમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિશે શીખવવામાં આવ્યું છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે તેઓ કોઈને પણ આ સંસ્થાને બદનામ કરવાની મંજૂરી નહીં આપે. તેઓ જાણે છે કે આ મુદ્દે કેવી રીતે પગલાં લેવા. તેમણે કહ્યું, તેઓ સ્વતઃ નોંધ લેશે. આ એક જાણી જોઈને કરાયેલું કૃત્ય લાગે છે.
પાઠ્યપુસ્તકમાં થયેલા ફેરફારો પર સાંસદ કપિલ સિબ્બલે પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે NCERT આઠમા ધોરણના વિદ્યાર્થીઓને ભ્રષ્ટ ન્યાયતંત્ર વિશે શીખવી રહ્યું છે.
"Will not let anyone defame institution," CJI raps NCERT after inclusion of chapter on "corruption in judiciary" in Class 8 text book
Read @ANI Story |https://t.co/LTcPymxxTo#SC #CJI #NCERT pic.twitter.com/S2R1EHUqI6
— ANI Digital (@ani_digital) February 25, 2026
શું છે આખો મામલો?
NCERT એ ધોરણ 8 નુ સામાજિક વિજ્ઞાનનું નવું પુસ્તક બહાર પાડ્યું છે. પહેલી વાર, પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પર એક સેક્શન ઉમેરવામાં આવ્યુ છે. અપડેટેડ આવૃત્તિ પાછલી આવૃત્તિ કરતા અલગ છે. પુસ્તકમાં એક પ્રકરણનું નામ “આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા” છે, જેમાં સિસ્ટમની નબળાઈઓ અને પેન્ડિંગ કેસો વિશે જણાવવામાં આવ્યું છે.
પુસ્તકમાં આ સમસ્યાનાને મોટા પ્રમાણે અને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. તેમાં વિવિધ અદાલતોમાં મળીને આશરે 5,33,21,000 પેન્ડિંગ કેસ દર્શાવવામાં આવ્યા છે. આમાં સુપ્રીમ કોર્ટમાં લગભગ 81,000 કેસ, સમગ્ર ભારતની હાઈકોર્ટમાં અંદાજે 62.4 લાખ (62,40,000) કેસ, તેમજ જિલ્લા અને ગૌણ અદાલતોમાં લગભગ 4.7 કરોડ (4,70,00,000) કેસ પેન્ડિંગ હોવાનું જણાવાયું છે. આ પ્રકરણમાં લોકોની ચિંતાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ચેપ્ટરમાં લખ્યું છે કે ન્યાયતંત્રના વિવિધ સ્તરે લોકો ભ્રષ્ટાચારનો અનુભવ કરે છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ન્યાય મેળવવો મુશ્કેલ છે. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈનો ઉલ્લેખ કરતાં પુસ્તકમાં જણાવાયું છે કે ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ લોકોના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે.
ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતાં પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ન્યાયપાલિકાના સભ્યો વિરુદ્ધની ફરિયાદો સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS) દ્વારા દાખલ કરી શકાય છે. પુસ્તક અનુસાર, 2017 થી 2021 દરમિયાન આ સિસ્ટમ દ્વારા 1,600 થી વધુ ફરિયાદો મળી હતી.
ફરિયાદો અંગે સરકારે શું કહ્યું?
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે 13 ફેબ્રુઆરી, 2026ના રોજ લોકસભામાં કહ્યું હતું કે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ના કાર્યાલયને છેલ્લા દસ વર્ષમાં વર્તમાન ન્યાયાધીશો વિરુદ્ધ 8,630 ફરિયાદો મળી છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે 2016 થી 2025 દરમિયાન ન્યાયાધીશો વિરુદ્ધ 8,360 ફરિયાદો દાખલ કરવામાં આવી.
મંત્રી દ્વારા શેર કરાયેલા કોષ્ટક મુજબ, CJI ની ઓફિસને 2016 માં ન્યાયાધીશો વિરુદ્ધ 729 ફરિયાદો મળી હતી. ત્યારબાદ 2017 માં 682, 2018 માં 717 અને 2019 માં 1,037 ફરિયાદો મળી હતી. 2020 અને 2021 માં, આવી ફરિયાદો અનુક્રમે 518 અને 686 હતી. 2022 માં 1,012 ફરિયાદો મળી હતી. આ પછી 2023 માં 977, 2024 માં 1,170 અને 2025 માં 1,102 ફરિયાદો મળી હતી.
આ પણ વાંચો: ભોપાલ સેક્સ રેકેટમાં ચેટથી થયા મોટા ખુલાસા, અમદાવાદ સુધી ફેલાયેલું હતું નેટવર્ક












