ટોપ ન્યૂઝનેશનલ

ભોપાલ સેક્સ રેકેટમાં ચેટથી થયા મોટા ખુલાસા, અમદાવાદ સુધી ફેલાયેલું હતું નેટવર્ક

Crime News: ભોપાલમાં નોકરીના નામે સેક્સ અને ધર્મ પરિવર્તનના રેકેટનો પર્દાફાશ થયો છે. આ મામલે બે બહેનોની ધરપકડ કરવામાં આવી છે, અને આ નેટવર્કનું અમદાવાદ કનેક્શન પણ ખુલ્યુ છે.

પોલીસે બે બહોનોની કરી ધરપકડ

મધ્યપ્રદેશ પોલીસે ભોપાલમાં બે બહેનોની ધર્મ પરિવર્તન અને નોકરી આપવાના બહાને સેક્સ રેકેટ ચલાવવાના આરોપસર ધરપકડ કરી છે. ભોપાલ અને છત્તીસગઢની બે યુવતીઓએ પોલીસનો સંપર્ક કરીને આ બાબતની જાણ કરી હતી, જેના કારણે કથિત સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ કેસમાં આફરીન અને અમરીન બે બહેનો તેમજ ચંદન યાદવની ધરપકડ કરી છે, જ્યારે આ કેસના અન્ય બે આરોપી ફરાર છે.

વેશ્યાવૃત્તિમાં સામેલ સિન્ડિકેટ ઉભુ કર્યું

આ કેસની વિગતો મુજબ ભોપાલના બાગસેવાનિયા વિસ્તારમાં આવેલી સી-સ્ટાર બિલ્ડિંગ “સાગર રોયલ વિલા”ના ફ્લેટ નંબર 301 પર હવે પોલીસની નજર છે. ત્યાં રહેતી બે બહેનો, અમરીન ઉર્ફે મહિરા અને આફરીન, માસૂમ છોકરીઓ માટે ખતરો બની ગઈ હતી. પોલીસે બહેનોની ધરપકડ કરી છે, જેમણે સાથે મળીને ધર્મ પરિવર્તન અને વેશ્યાવૃત્તિમાં સામેલ સિન્ડિકેટ ઉભુ કર્યું હતું.

વૈભવી જીવન જીવવા માટે ગુનાનો માર્ગ પસંદ કર્યો

એક સમયે અબ્બાસ નગરની સાંકડી ઝૂંપડપટ્ટીના રહેનારી અમરીન અને આફરીન થોડા સમયમાં વૈભવી જીવન જીવવા માટે ગુનાનો માર્ગ પસંદ કર્યો હતો. આરોપી બહેનો બ્યુટિશિયન તરીકે ઓળખાતી અને યુવતીઓ સાથે મિત્રતા કરતી. બંન્ને બહેનોના નિશાન ખાસ કરીને ગરીબ હિન્દુ છોકરીઓ હતી જે ભોપાલમાં ભણવા માટે આવી હતી. છોકરીઓને કામ આપવાના બહાને સાગર રોયલ વિલાના એક વૈભવી ફ્લેટમાં લાવવામાં આવતી હતી. ત્યાં તેમને દારૂ અને એમડી ડ્રગ્સની વ્યસની બનાવવામાં આવતી. તપાસમાં જાણવા મળ્યું કે આ બહેનોના અમદાવાદ, મુંબઈ અને બેંગલુરુ સાથે સંબંધો હતા. તેઓ પાર્ટીઓ માટે શ્રીમંત પરિવારોને છોકરીઓ સપ્લાય કરતી હતી.

ધર્માંતરણ અને ક્રૂરતા

કેસમાં ધરપકડ કરાયેલા ચંદન યાદવ અંગે એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમરીનના બોયફ્રેન્ડ ચંદને કથિત રીતે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને છોકરીઓને ધર્માંતરણ માટે પ્રોત્સાહિત કરી રહ્યો હતો. અમરીન, તેના ભાઈ બિલાલ અને મિત્ર યાસીર સાથે મળીને, છોકરીઓને નશાકારક પદાર્થ પીવડાવી, પછી તેમના પર સામૂહિક દુષ્કર્મ કરતો હતો. તેઓએ તેમના અશ્લીલ વીડિયો બનાવીને બદનામ કરવાની ધમકી આપીને તેમને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી.

મોબાઇલમાંથી મળી શંકાસ્પદ ચેટ

પોલીસે આરોપીના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે, જેમાં ઘણી યુવતીઓના ફોટા અને શંકાસ્પદ ચેટ હતા. પોલીસે આરોપીના મોબાઇલ ફોન તપાસ માટે ફોરેન્સિક વિભાગને સોંપી દીધા છે. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. વસાહતના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, ‘આ લોકો ખૂબ જ પ્રાઈવેટ લાઈફ જીવતા હતા. બહારથી, તેઓ બે બાળકો સાથે એક સામાન્ય પરિવાર જેવા દેખાતા હતા, પરંતુ આ સમાન્ય દેખાતા પરિવાર પાછળ એક કાળો ધંધો ચાલી રહ્યો હતો.

આ પણ વાંચો : બોયફ્રેન્ડ સાથે ફરવા ગયેલી યુવતી સાથે 7 લોકોએ દુષ્કર્મ કર્યું, ઉપરથી 10 હજાર પણ લઈ લીધા

Back to top button