ટ્રેન્ડિંગનેશનલ

ઘોંઘાટે જીવ લીધો, હાઈ ડેસિબલ ડીજે મ્યુઝિકના કારણે 140 મરઘીઓના મોત

National News: ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં લગ્ન સમારોહ દરમિયાન વગાડવામાં આવેલા હાઇ-ડેસિબલ ડીજે મ્યુઝિકને કારણે લગભગ 140 મરઘીઓના મોત થયા છે. વધુ પડતા ઘોંઘાટે માસુમ મરઘીઓનો જીવ લીધો હોવાનું પોલીસે જણાવ્યું છે.

ANI સાથે વાત કરતા એડિશનલ પોલીસ અધિક્ષક બ્રજનારાયણ સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે ઘટનાની તપાસમાં પુષ્ટિ થઈ છે કે વધુ પડતા અવાજના સ્તરને કારણે પક્ષીઓમાં તીવ્ર તણાવ પેદા થયો હતો, જેના કારણે તેમના મૃત્યુ થયા હતા.

તપાસ કરતાં જાણવા મળ્યું કે ડીજે મ્યુઝિક હાઈ ડેસિબલમાં અને મર્યાદા કરતા વધુ અવાજમાં વાગી રહ્યું હતું, જેના કારણે આ ઘટના બની હતી. પક્ષીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે, ઉચ્ચ ઘનતાવાળા અવાજના તીવ્ર તણાવને કારણે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સિંહે વધુમાં જણાવ્યું હતું કે નિર્ધારિત ધ્વનિ મર્યાદાના ઉલ્લંઘન બદલ સંબંધિત પક્ષોને નોટિસ જારી કરવામાં આવી છે. સંબંધિત પક્ષોને નોટિસ આપીને કહેવાયું છે કે તેઓ ભવિષ્યમાં પરવાનગી આપેલી ડેસિબલ મર્યાદાનું પાલન કરે. આ બાબતની વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ આવતા અઠવાડિયે બજારમાં ₹3,491 કરોડના 3 નવા IPO આવશે, રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો

Back to top button