
- નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ
- પદ્મ અને ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ ઉપસ્થિતિ રહ્યા
અમદાવાદ, 29 ઓગસ્ટ, 2025ઃ National Sports Day કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસું છે. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગર્વની વાત છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જણાવ્યું હતું. તે સાથે મુખ્યમંત્રીએ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતીએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા ૨૦ જેટલા ખેલ મહાનુભાવોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતાં અમદાવાદને આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે. ખેલે તે ખીલેના મંત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦માં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભ ૩.૦માં રેકોર્ડબ્રેક ૭૧ લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. તેમાં પણ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
BCCIના નેતૃત્વમાં પરિવર્તનઃ રોજર બિન્નીના સ્થાને હવે રાજીવ શુક્લા કાર્યકારી અધ્યક્ષ
બે દાયકામાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. ૨૦૦૨માં રાજ્યમાં ૩ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, આજે રાજ્યના ખેલાડીઓ માટે ૨૪ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં નારણપુરા ખાતે ૨૨ એકર વિસ્તારમાં મલ્ટી યુટીલિટી સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ૨૩૩ એકરમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થઈ રહ્યું છે.
રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીને જણાવ્યું હતું કે, ભારત આજે રમતગમત ક્ષેત્રે નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કરી રહ્યો છે તેમાં ગુજરાતનું પણ મોટું યોગદાન રહ્યું છે. રાજ્યમાં રમત ગમત પ્રવૃત્તિઓનો વ્યાપ ખૂબ પ્રશંસનીય રીતે વધી રહ્યો છે. આ પ્રવૃત્તિઓને જન જન સુધી પહોંચાડતા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતનું યોગદાન પણ મહત્વનું છે.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા પદ્મ અને ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ જણાવ્યું હતું કે, ગુજરાત રમતગમત પ્રિય રાજ્ય છે. કોમનવેલ્થ ગેમમાં મને સિદ્ધિ મળી છે, તે પણ ગુજરાતમાં એ મારા માટે બહુ ગૌરવની વાત છે. તેમણે રમતવીરોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોતાની રમત પ્રત્યે શ્રેષ્ઠ પ્રદાન કરવાનો સંકલ્પ જ આપણી તાકાત છે. જ્યાં છો ત્યાંથી આગળ વધવાની કટિબદ્ધતા જ તમને શ્રેષ્ઠ પ્રદાન આપી શકશે. આ માટે તાલીમ અને હાર્ડવર્ક પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા તેમણે અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે SJAG – સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના અભિગમને તેમણે બિરદાવ્યો હતો.
અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને કહ્યું કે, આજના યુવાનો રમતગમત ક્ષેત્રે પણ વધુ સક્રિય બને અને પોતાની પ્રતિભા ઝળકાવે તે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રયાસો પણ રાજ્ય સરકારના અભિગમને પીઠબળ સમાન છે.
તમે ‘ટેક પાવર’ તો અમે ‘ટેલેન્ટ પાવર’ હાઉસ, દુનિયાને સાથે મળીને દોરીએ; જાપાનમાં પીએમ મોદીનું આહ્વાન
આ પ્રસંગે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ તુષારભાઈ ત્રિવેદીએ કહ્યું કે, વર્ષ ૧૯૯૪માં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતની સ્થાપના થઈ છે. રમત ગમત ક્ષેત્રના તજજ્ઞના સહયોગથી અમે આગળ વધ્યા છીએ. રાજ્યનો રમતગમત વિભાગ પણ અમારા માટે સહયોગી બન્યો છે. રમતો જ છે તે સંકળાયેલા લોકો સાથે ઉઘડતા રમતરોને યથોચીત સન્માન થાય અને રાજ્યની પ્રતિભાવો રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળે તે પ્રકારના પ્રયાસો સંસ્થા દ્વારા કરાય છે. આજે પણ ૨૦ જેટલા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું છે.
આ નિમિત્તે આજે 29 ઓગસ્ટને શુક્રવારે ખેલાડીઓ તેમજ કોચને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઈમર્જીંગ પ્લેયર તરીકે કરાટેમાં અમાયરા વરુણ પટેલ, સ્વિમરમાં અરહાન હર્ષ, બિલિયર્ડ્સ આન્યા પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે પ્લેયર ઓફ ધ ગેમમાં રુચિત મોરી- એથ્લેટિક્સ, અવંતિકા નેગી-જિમ્નાસ્ટ, કૃષ્ણપાલસિંહ ગોહિલ -બાસ્કેટબોલ, હવિશા બજાજ- બાસ્કેટબોલ, ધ્રુવિલ પટેલ -વોલીબૉલ, મોહમ્મદ મુર્તુઝા વાણીયા- ડેફ શૂટર, ખુશ્બુ સરોજ-ફૂટબોલમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ અનિકેત પટેલ – સોફ્ટ ટેનિસ, ઉર્વિલ પટેલ- ક્રિકેટર, ધ્વજ હારિયા – બિલિયર્ડ્સ, માનુષ શાહ – ટેબલ ટેનિસ, વિશ્વા વાસણાવાળા- ચેસ, જ્યારે કોન્ટ્રિબ્યૂશન ઈન સ્પોર્ટ્સમાં મકસૂદભાઈ -બોક્સિંગ કોચ, કુશલ સંગતાણી- ટેબલ ટેનિસ -મલ ભટ્ટ, ટેનિસમાં એવોર્ડ એનાયત થયા છે. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અમ્પાયર મહેન્દ્ર પંડ્યા અને ક્રિકેટ કોચ એમ.એસ.કુરૈશીને એનાયત કરવામાં આવ્યા છે.












