ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

MPSC પરીક્ષામાં ગેરરીતિના આરોપો સામે પુણેમાં Gen Z આંદોલન, ચેરમેનના રાજીનામાની માંગ

MPSC Protest: મહારાષ્ટ્રમાં સરકારી ભરતી પરીક્ષાઓને લઈને ફરી એકવાર વિદ્યાર્થીઓનો રોષ રસ્તા પર જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC)ની પરીક્ષાની તૈયારી કરતા મોટી સંખ્યામાં ઉમેદવારો પુણેમાં વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા છે. પરીક્ષા પ્રક્રિયામાં કથિત ગેરરીતિ, ભરતીમાં પારદર્શિતાનો અભાવ અને પરીક્ષા સંબંધિત વિવિધ મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓએ આંદોલન શરૂ કર્યું છે.

ભરતી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ

વિરોધ કરી રહેલા ઉમેદવારોનો આરોપ છે કે સરકારી ભરતી પરીક્ષાઓમાં વારંવાર ઊભા થતા વિવાદ અને કથિત ગેરરીતિઓના કારણે ઉમેદવારોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષાના નિર્ણયો, પરિણામ અને ભરતીના દરેક તબક્કા અંગે ઉમેદવારોને સ્પષ્ટ અને વિશ્વસનીય માહિતી મળવી જોઈએ.

વિદ્યાર્થીઓએ કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી છે. તેમનું કહેવું છે કે સરકારી નોકરી મેળવવા માટે હજારો યુવાનો વર્ષો સુધી મહેનત કરે છે, ત્યારે પરીક્ષા પ્રક્રિયામાં થતી કોઈ પણ ગડબડ તેમના ભવિષ્ય પર સીધી અસર કરે છે.

MPSC ચેરમેનના રાજીનામાની માંગ

આંદોલન દરમિયાન ઉમેદવારો MPSCની જવાબદારી નક્કી કરવાની માંગ પણ ઉઠાવી રહ્યા છે. કેટલાક પ્રદર્શનકારીઓએ કમિશનના ચેરમેનના રાજીનામાની માંગ કરી છે. ઉમેદવારોનું કહેવું છે કે ભરતી પ્રક્રિયા અંગે સતત સવાલો ઊભા થઈ રહ્યા હોય તો કમિશને ઉમેદવારોની ચિંતાઓનો સ્પષ્ટ જવાબ આપવો જોઈએ.

પરીક્ષા પેટર્ન અને બેઠકોને લઈને પણ નારાજગી

વિદ્યાર્થીઓમાં પરીક્ષા પેટર્ન સંબંધિત મુદ્દાઓ અને બેઠકોની સંખ્યામાં ઘટાડાને લઈને પણ અસંતોષ હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દાઓને લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો પુણેમાં એકત્ર થયા છે અને માર્ચ દ્વારા પોતાની માંગ સરકાર અને MPSC સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાંથી ઉમેદવારો જોડાયા

આ વિરોધ પ્રદર્શનમાં મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો જોડાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પેપર લીક, કથિત કૌભાંડ કે પરીક્ષામાં ગેરરીતિ જેવી ઘટનાઓ માત્ર એક પરીક્ષાનો મુદ્દો નથી, પરંતુ લાખો યુવાનોના રોજગાર અને ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે.

આ પણ વાંચોઃ અલ્ગોરિધમ્સ હવે સોશિયલ મીડિયાને નહીં કરે નિયંત્રિત? ઓસ્ટ્રેલિયા લાવશે મોટો કાયદો
Back to top button