ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

TVSનો મોટો પ્લાન, હવે દર મહિને 80 હજાર ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવવાની તૈયારી

Scooter Production : દેશમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની (Electric Scooter) વધતી માંગને પહોંચી વળવા TVS મોટર (TVS Motor) કંપની ઉત્પાદન વધારવા જઈ રહી છે. કંપની માર્ચ 2027ના અંત સુધીમાં દર મહિને 80,000 ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર બનાવવાની ક્ષમતા વિકસાવવાનું આયોજન કરી રહી છે. TVSના CEO કે. એન. રાધાકૃષ્ણને રોકાણકારો સાથેની વાતચીતમાં કંપનીની આ યોજનાની જાણકારી આપી હતી.

હાલ દર મહિને 60થી 65 હજાર યુનિટ બનાવે છે કંપની

રાધાકૃષ્ણનના જણાવ્યા અનુસાર, હાલમાં કંપની દર મહિને 60,000થી 65,000 ઇલેક્ટ્રિક વાહનો બનાવવાની ક્ષમતા ધરાવે છે. હવે આ આંકડો વધારીને 80,000 યુનિટ સુધી લઈ જવાની યોજના છે. ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી કંપની ઉત્પાદન ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

સ્કૂટર માર્કેટમાં EVનો હિસ્સો 20 ટકાને પાર

ભારતીય ટૂ-વ્હીલર માર્કેટમાં (Two-Wheeler Market) ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા વધી રહી છે. સમગ્ર ટૂ-વ્હીલર માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો આશરે 11થી 12 ટકા છે. જ્યારે સ્કૂટર સેગમેન્ટમાં આ હિસ્સો 20 ટકાથી પણ વધારે થઈ ગયો છે. આ સ્થિતિને જોતા ઓટો કંપનીઓ પણ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને બજાર વિસ્તારવા માટે નવા આયોજન કરી રહી છે.

બજાજ અને એથર પણ ઉત્પાદન વધારશે

TVSની હરીફ કંપની બજાજ ઓટો (Bajaj Auto) પણ પોતાના ચેતક (Chetak) ઇલેક્ટ્રિક સ્કૂટરનું ઉત્પાદન વધારવાની તૈયારીમાં છે. કંપની દર મહિને 80,000 યુનિટ બનાવવાની ક્ષમતા હાંસલ કરવા માટે કામ કરી રહી છે.

બીજી તરફ, એથર એનર્જી (Ather Energy) પણ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. હાલમાં કંપની દર મહિને 41,000થી વધુ યુનિટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત, ઉત્પાદન વધારવા માટે નવી મેન્યુફેક્ચરિંગ યુનિટ (Manufacturing Unit) સ્થાપવાની કામગીરી પણ ચાલી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

iQube અને Orbiterના વેચાણમાં TVSને ફાયદો

TVS હાલમાં ભારતીય બજારમાં iQube અને Orbiter નામથી બે ઇલેક્ટ્રિક સ્કૂટર મોડલ વેચે છે. કંપનીના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં TVSના ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું વેચાણ વધીને 1,86,186 યુનિટ થયું હતું. ગયા વર્ષના સમાન સમયગાળામાં કંપનીએ 80,009 યુનિટનું વેચાણ કર્યું હતું. એટલે કે એક વર્ષમાં વેચાણ બમણાથી પણ વધુ થયું છે. રશલેનના આંકડા પ્રમાણે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં TVSએ કુલ 3,05,972 ઇલેક્ટ્રિક સ્કૂટર વેચ્યાં હતાં. જ્યારે બજાજ ઓટોએ પોતાના ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરના 2,54,882 યુનિટ વેચ્યા હતા.

EV માર્કેટમાં આગળ પણ વૃદ્ધિની આશા

TVSના CEO કે. એન. રાધાકૃષ્ણનનું માનવું છે કે આગામી સમયમાં પણ ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં તેજી જળવાઈ રહેશે. તેમના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માર્કેટમાં આશરે 75 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ વૃદ્ધિને ધ્યાનમાં રાખીને કંપની ઉત્પાદન ક્ષમતા વધારીને બજારમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માગે છે.

આ પણ વાંચો : ગ્રેટર નોઈડામાં હૃદયદ્રાવક દુર્ઘટના: 23મા માળેથી પડતાં પિતા-પુત્રનાં મોત, ફૂલ તોડવા જતાં સર્જાઈ કરુણાંતિકા

Back to top button