‘ભાગ્યલક્ષ્મી’ ફેમ એક્ટ્રેસ માએરા મિશ્રા બની માતા, પતિ-દીકરી સાથે શેર કર્યા ફોટો

Maera Mishra Baby Girl: ‘ભાગ્યલક્ષ્મી’ અભિનેત્રી માએરા મિશ્રા અને તેના પતિ રાજુલે તેમની લાઇફની સૌથી સુંદર ગુડ ન્યૂઝ શેર કર્યા છે. કપલે સોશિયલ મીડિયા પર પેરેન્ટ્સ બનવાની ખુશી વ્યક્ત કરી છે. માએરા મિશ્રા અને રાજુલના ઘરે લક્ષ્મી (દીકરી) આવી છે. તેમણે શાનદાર રીતે દીકરીનું સ્વાગત કર્યું છે અને ફેન્સ સાથે નન્હી પરીની પહેલી ઝલક શેર કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
માએરાએ શેર કરી નવજાત બાળકીની તસવીર
માતા બન્યા બાદ માએરાએ પોતાની નવજાત દીકરીના નાના પગની ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે. આ ખુશીના અવસર પર માએરાએ લખ્યું- “એક સપનું જેને અમે સંજોઈને રાખ્યું હતું, હવે અમારી બાહોમાં છે. આપણું હંમેશા માટે સાથ શરૂ થઈ ગયો છે અને આ એક દીકરી છે.” એક્ટ્રેસે તસવીર પર વ્હાઇટ હાર્ટ ઇમોજી સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “બેબી ગર્લનો આશીર્વાદ મળ્યો છે અને ખૂબ પ્રેમ. માએરા અને રાજુલ.”
View this post on Instagram
માએરા મિશ્રા ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાના શાનદાર કામ માટે જાણીતી છે અને ‘ભાગ્યલક્ષ્મી’ સીરિયલે તેને ઘર-ઘરમાં ઓળખ અપાવી છે. હવે જ્યારે તે માતા બની છે, ત્યારે તેના ફેન્સ આ નવા જીવન-પ્રવાસ માટે ખૂબ ઉત્સાહિત છે.
આ પણ વાંચોઃ Plant Vastu: કાચની બોટલમાં ઉગાડો આ છોડ, ઘરમાં ધનનો થશે વરસાદ!
ક્યારે થયા હતા લગ્ન?
માએરા મિશ્રા અને રાજુલ યાદવની લવ સ્ટોરીની વાત કરીએ તો, બંને February 2025 માં લગ્નના બંધનમાં બંધાયા હતા. કપલની પહેલી મુલાકાત 2022 માં મુંબઈમાં એક લગ્નસમારોહ દરમિયાન થઈ હતી. 2 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કર્યા હતા અને હવે તેમના ઘરમાં દીકરીનું આગમન થયું છે.
આ પણ વાંચોઃ ઓખામાં મધદરિયે ફિશિંગ બોટમાં આગ, પાંચ ખલાસીઓનો આબાદ બચાવ












