એન્કાઉન્ટરમાં રણદીપ ભાટી ગેંગનો ઇનામી શૂટર ઠાર, બે પોલીસકર્મી ઘાયલ

Police Encounter : ઉત્તર પ્રદેશના નોઈડામાં (Noida) પોલીસ અને બદમાશ વચ્ચે થયેલી અથડામણમાં રણદીપ ભાટી ગેંગનો શૂટર અમન ત્યાગી ઉર્ફે માયા ઠાર થયો છે. તેના પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટર (Police Encounter) દરમિયાન બે પોલીસકર્મીઓને પણ ગોળી વાગતાં તેઓ ઘાયલ થયા છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Noida, Uttar Pradesh: A criminal carrying a reward of Rs 50,000 was killed in an encounter with the CRT and local police teams in Noida. The encounter took place in the Sector 126 police station area. Maya alias Amal, an active shooter of the Randeep Bhati gang, was killed in the police encounter. A heavy police force is present at the spot.
— IANS (@ians_india) October 31, 2026
ડીસીપી પ્રીતિ યાદવના જણાવ્યા અનુસાર, આ ઘટના સેક્ટર-126 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. 31 ઓક્ટોબરની સાંજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને સ્થાનિક પોલીસની ટીમ વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવી રહી હતી. આ દરમિયાન શંકાસ્પદ બાઇકસવારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેણે પોલીસ ટીમ પર ગોળીબાર કરી દીધો હતો. જવાબમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી ઘાયલ થયો હતો.
પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળને ઘેરી લીધું હતું અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર દરમિયાન અમન ત્યાગીનું મોત થયું હતું.
અમન ત્યાગી સામે એક ડઝનથી વધુ ગુનાના કેસ
મૃતકની ઓળખ મુઝફ્ફરનગરના રહેવાસી અમન ત્યાગી ઉર્ફે માયા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, તેની સામે હત્યા સહિત એક ડઝનથી વધુ ગંભીર ગુનાના કેસ નોંધાયેલા હતા. તેના પર 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં તેણે પોતાના સાથીઓ સાથે મળીને બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. આ મામલે કેસ નોંધાયા બાદ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.
2019માં પણ પોલીસ એન્કાઉન્ટરમાં થયો હતો ઘાયલ
અમન ત્યાગી અગાઉ વર્ષ 2019માં ફેઝ-2 પોલીસ સાથે થયેલા એન્કાઉન્ટરમાં પણ સામેલ હતો. તે સમયે તેના બંને પગમાં ગોળી વાગી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. મુઝફ્ફરનગરમાં હત્યા સહિત અનેક ગંભીર ગુનાઓમાં તેનું નામ સામે આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, રોબિન ત્યાગી સાથેની અંગત દુશ્મનાવટ બાદ અમને તેની સાથે મળીને ગેંગ ચલાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ રોબિનની ઓળખાણ રણદીપ ભાટી સાથે થઈ હતી. પોલીસથી બચવા માટે અમન પણ રણદીપ ભાટી ગેંગમાં જોડાયો હતો અને ગ્રેટર નોઈડામાં છુપાઈને રહેવા લાગ્યો હતો.
રણદીપ ભાટી ગેંગમાં મહત્વની ભૂમિકા
પોલીસના જણાવ્યા અનુસાર, અમન ઉર્ફે માયા રોબિન ત્યાગી અને રણદીપ ભાટી બંને ગેંગ માટે શાર્પશૂટર (Sharpshooter) તરીકે કામ કરતો હતો. ગ્રેટર નોઈડામાં દેવેન્દ્ર ભાટી અને ઝુમ્મનપુરાના એક કોન્ટ્રાક્ટરની હત્યા ઉપરાંત જુનપતમાં થયેલા બેવડા હત્યાકાંડમાં પણ તેની મુખ્ય ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ એન્કાઉન્ટર સાથે રણદીપ ભાટી ગેંગના એક ઇનામી શૂટરનો અંત આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ‘ભાગ્યલક્ષ્મી’ ફેમ એક્ટ્રેસ માએરા મિશ્રા બની માતા, પતિ-દીકરી સાથે શેર કર્યા ફોટો












