દિલ્હીના રામલીલા મેદાનમાં INDIA ગઠબંધનની મહારેલી, હરિયાણાથી કાર્યકરો પહોંચ્યા

Opposition Rally : દિલ્હીના રામલીલા મેદાનમાં (Ramlila Maidan) આજે INDIA ગઠબંધન દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં વિપક્ષી પક્ષોના મોટા નેતાઓ ઉપરાંત કાર્યકરો, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે. પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓ રેલીમાં હાજરી આપશે.
રવિવારે યોજાનારી આ રેલીની શરૂઆત કનોટ પ્લેસથી થશે. ત્યાંથી માર્ચ મિંટો રોડ જંક્શન અને અજમેરી ગેટ થઈને રામલીલા મેદાન પહોંચશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકોને મોટી સંખ્યામાં રેલીમાં જોડાવાની અપીલ કરી છે.
હરિયાણાથી કાર્યકરો દિલ્હી જવા રવાના
રેલીમાં ભાગ લેવા માટે હરિયાણાના ભિવાનીથી INDIA ગઠબંધનના કાર્યકરો દિલ્હી જવા રવાના થયા છે. બીજી તરફ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનની બહાર પણ રાજકીય ગતિવિધિઓ જોવા મળી હતી. રેલીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.
દિલ્હીમાં 4 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત
રેલી અને માર્ચને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ એલર્ટ પર છે. સમગ્ર માર્ગ અને કાર્યક્રમ સ્થળે 4,000થી વધુ પોલીસકર્મીઓ તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ના જવાનો તૈનાત કરવામાં આવશે. રામલીલા મેદાનને 14 સુરક્ષા ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ઝોનની દેખરેખ આસિસ્ટન્ટ કમિશનર (ACP) કક્ષાના અધિકારી કરશે.
વેપારીઓએ રેલી સામે વ્યક્ત કર્યો વિરોધ
દિલ્હીના વેપારીઓ અને ઉદ્યોગકારોના સંગઠન ચેમ્બર ઑફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ રેલી સામે વિરોધ વ્યક્ત કર્યો છે. સંગઠને રાહુલ ગાંધીને અપીલ કરી હતી કે રાજકીય કાર્યક્રમોના કારણે વેપારીઓના વ્યવસાયને અસર ન થવી જોઈએ.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તહેવારોની મોસમ ચાલી રહી છે અને દિવાળી, છઠ તથા ભાઈબીજ જેવા તહેવારોને કારણે મોટી સંખ્યામાં લોકો દિલ્હી આવશે. તેમણે લોકોને રેલી અને માર્ચમાં ભાગ લેવાની સાથે સ્થાનિક બજારોમાંથી ખરીદી કરવાની પણ અપીલ કરી હતી, જેથી વેપારીઓને પણ ફાયદો થાય.
રેલીની સામે અન્ય સંગઠનોનો પણ વિરોધ
INDIA ગઠબંધનની રેલીને લઈને દિલ્હીમાં વિરોધના સૂર પણ સંભળાઈ રહ્યા છે. સીખ સમુદાયના કેટલાક સંગઠનો અને ભાજપે પણ આ કાર્યક્રમ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. રવિવારે સીખ સમુદાય તરફથી પણ માર્ચ કાઢવામાં આવનાર હોવાનું જણાવાયું છે. આથી દિલ્હીમાં રાજકીય કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.
આ પણ વાંચો : “13.20 કરોડ મતદારોના નામ કેમ કમી કરાયા?” – રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો ખોલી દેશદ્રોહના કેસની માગ કરી












