એશિયન ગેમ્સમાં ભારતના છ મેડલ, કબડ્ડીમાં જાપાન સામે શાનદાર વિજય

Asian Games: એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધી છ મેડલ મળ્યા, પરંતુ ગોલ્ડ મેડલની હજુ રાહ જોવી પડી રહી છે. ભારતે શૂટિંગમાં પાંચ અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA)માં એક બ્રોન્ઝ મેડલ સાથે સ્પર્ધામાં પોતાની હાજરી મજબૂત બનાવી છે. બીજી તરફ ભારતીય પુરુષ કબડ્ડી ટીમે પણ જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભારતીય પુરુષ કબડ્ડી ટીમે યજમાન જાપાનને હરાવ્યું
ભારતીય પુરુષ કબડ્ડી ટીમે એશિયન ગેમ્સમાં પોતાની પ્રથમ મેચમાં યજમાન જાપાનને 49-24થી હરાવી શાનદાર શરૂઆત કરી હતી. ભારતે શરૂઆતથી જ મુકાબલા પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું અને એકતરફી અંદાજમાં જીત મેળવી હતી. એશિયન ગેમ્સમાં કબડ્ડીમાં ભારતનો જાપાન સામેનો અપરાજિત રેકોર્ડ પણ યથાવત રહ્યો છે.
શૂટિંગમાં ભારતને પાંચ મેડલ
શૂટિંગ ભારત માટે અત્યાર સુધીનું સૌથી સફળ ક્ષેત્ર રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ શૂટિંગમાં કુલ પાંચ મેડલ જીત્યા છે, જેમાં ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં ફરી બોમ્બ ધમકી: ખાનપુર ભાજપ કાર્યાલય સહિત સોમનાથ મંદિર-કોબા ઓફિસ ઉડાવવાની ધમકી
ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા બાદ હિમાન્શુ ઢિલ્લોન અને રુદ્રાંક્ષ પાટીલએ 10 મીટર એર રાઇફલની વ્યક્તિગત સ્પર્ધામાં પણ મેડલ મેળવ્યા હતા. હિમાન્શુએ સિલ્વર મેડલ જ્યારે રુદ્રાંક્ષે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
MMAમાં સુચિકા તારિયાલને બ્રોન્ઝ
મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં ભારતને સુચિકા તારિયાલના રૂપમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. સેમિફાઇનલમાં સુચિકાને સિંગાપોરની ટી હૂન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ સુચિકાને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
બોક્સિંગમાં સુમિતની શાનદાર જીત
બોક્સિંગમાં ભારતના સુમિતે પુરુષોના 70 કિલોગ્રામ વજન વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે થાઇલેન્ડના સિન્સિરીને 5-0થી હરાવીને રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
ભારતીય મહિલા હોકી ટીમની પણ નજર જીત પર
ભારતીય મહિલા હોકી ટીમે પોતાના પ્રથમ મુકાબલામાં ઉઝબેકિસ્તાનને 19-0થી હરાવ્યું હતું. હવે ટીમ પોતાના બીજા મુકાબલામાં ઇન્ડોનેશિયા સામે મેદાનમાં ઉતરી રહી છે. પ્રથમ મેચમાં મળેલી મોટી જીત બાદ ભારતીય ટીમ પાસેથી વધુ એક સારા પ્રદર્શનની અપેક્ષા છે.
ભારતના ખાતામાં છ મેડલ આવી ચૂક્યા છે, જેમાં પાંચ મેડલ શૂટિંગ અને એક મેડલ MMAમાંથી મળ્યો છે. જોકે સ્પર્ધામાં હજુ સુધી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો નથી. આગામી મુકાબલાઓમાં ભારતીય ખેલાડીઓની નજર હવે મેડલના રંગને બદલવા પર રહેશે.
આ પણ વાંચોઃ VIDEO : બિહારમાં યુવક-યુવતી સાથે હેવાનિયત, રસ્તામાં રોકી છેડતી કરી












