El Niño Forecast: કાળઝાળ ગરમી વચ્ચે વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

Strong el-Nino Forecast : ભારત હાલના સમયમાં પૃથ્વીનો સૌથી ગરમ વિસ્તાર બની રહ્યો છે આ વાતથી સૌ માહિતીગાર છે. એપ્રિલમાં જ મે અને જૂન મહિના જેવી ગરમી પડી રહી છે. વિશ્વના 100 સૌથી ગગરમ શહેરોમાં 95 ભારતમાં છે. ઉત્તર ભારત અને પૂર્વી ભારતના મોટા ભાગમાં એપ્રિલમાં જ 43 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયું છે.
આ કરણે તાપમાન વધી રહ્યું છે
સામાન્ય રીતે આટલી ગરમી જૂન-જૂલાઈમાં હોય છે પરંતુ આ પ્રથમ વખત થયું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ‘સમુદ્રની સપાટીનું તાપમાન વધતા અને હવાના દબાણમં થતા ફેરફારને કારણે આમ થઈ રહ્યું છે. પૃથ્વી પર માનવો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ગ્રીન હાઉસ ગેસના કરણે તાપમાન વધી રહ્યું છે. જેના કારણે નાની – નાની ગરમ હવાની લહેરો પણ વધુ તેજ અને લાંબી થઈ રહે છે. હાલ વિશ્વના વધુ પડતા વિસ્તારો ઠંડા છે પરંતુ ભારતમાં ગરમી એટલી વધુ છે કે, લોકો હાલ ઘરમાંથી બહાર નીકળવાથી ડરી રહ્યા છે.
શું સુપર અલનીનો આવવાનું છે ?
હવામાન વૈજ્ઞાનિક મોડલ હવે જણાવી રહ્યું છે કે, 2026 બાદના મહિનામાં ખૂબ મજબૂત અલનીનો બનવાનું છે. તેને કેટલાક લોકો સુપર અલનીનો અથવા ગોડજિલા અલનીનો પણ કહી રહ્યા છે. બ્રિટનના હવામાન વિભાગના એક એડમ સ્કેફનું કહેવું છે કે, ‘ગત એક મહિનામાં ટ્રોપિકલ પ્રશાંત મહાસાગરમાં તાપમાન એટલું જલદી વધી રહ્યું છે, જેટલું આ સદીમાં પહેલા ક્યારેય વધ્યું ન હતું.’
WMOએ એપ્રિલ 2026માં ચેતવણી આપી
વિશ્વ હવામાન સંગઠન (WMO)એ પણ એપ્રિલ 2026માં ચેતવણી આપી છે કે, મે થી જુલાઈ 2026 સુધી અલ નીનો શરુ થઈ શકે છે. અને તે વધુ મજબૂત થઈ જશે. હાલ શરૂઆતમાં સમુદ્રની સપાટીનું તાપમાન સરેરાશની આસપાસ છે પરંતુ અંદર પાણી પહેલા ગરમ થઈ ચૂક્યું છે જે અલનીનોના મુખ્ય સંકેત છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, એપ્રિલ બાદ ભવિષ્યવાણી વધુ ચોક્કસ થઈ જાય છે કારણ કે, વસંતઋતુમાં ભવિષ્ય અંગે કહેવું થોડું કઠિન હોય છે.
અલનીનો શું છે, વૈજ્ઞાનિક કારણ શું ?
અલનીનો અને લાનીનો પૃથ્વીવી સૌથી મોટી જલવાયુ લહેરોમાંથી એક છે. જેને વૈજ્ઞાનિકો એન્સો (enso) એટલે કે, અલનીનો સદર્ન ઓસિલેશન કહેવાય છે. અલનીનો ત્યારે થાય છે જ્યારે મધ્ય અને પૂર્વી ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરની સપાટીનું પાણી સામાન્યથી વધુ ગરમ થઈ જાય છે. સામાન્ય દિવસોમાં પૂર્વી પ્રશાંતમાં ઠંડુ પાણી ઉપર આવી જાય છે. હવા પૂર્વથી પશ્વિમમ તરફ ચાલે છે. પરંતુ જ્યારે અલનીનો આવે છે તો હવા નબળી થઈ જાય છે અથવા ઉંધી દિશામાં ચાલવા લાગે છે. ગરમ પાણી ફેલાય જાય છે. તેનાથી વિશ્વની હવા અને વરસાદની પેટર્ન બગલાય જાય છે. તેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે, ગરમ પાણીથી હવા ઉપર ઉઠે છે જેનાથઈ આસપાસના વિસ્તારમાં દબાણ ઓછું બને છે. વરસાદ વધી જાય છે. ત્યાં જ દૂરના વિસ્તારોમાં દુષ્કાળ પડી જાય છે. લાનીના તેનાથી ઉલટું છે જેમાં પ્રશાંત મહાસાગરનું પાણી ઠંડુ પડી જાય છે. અલનીનો દર બે થી સાત વર્ષમાં આવે છે અને નવથી 12 મહિના સુધી રહે છે.
ગત મહિને હવામાનના મોડલે શું બતાવ્યું ?
એપ્રિલ 2026ની શરુઆતમાં કેટલાક મોટા હવામાન કેન્દ્રોએ કહ્યું કે, 2025-26ની લાનીના ખતમ થઈ ચૂકી છે. હવે ન્યૂટ્રલ સ્થિતિ છે. પરંતુ મોડલ બતાવી રહ્યું છે કે, ગરમી અને સર્દીમાં અલનીનો આવશે. ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગ, જાપાનની હવામાન એજન્સિ, અમેરિકાની નોઆ અને બ્રિટનના મેટ ઓફિસનો એકમત છે કે, આ મજબૂત અલનીનો હોય શકે છે.
સૌથી મોટું વૈજ્ઞાનિક કારણ સમુદ્રની અંદર વધતુ ગરમ પાણી છે. આ ગરમ પાણી ઉપર આવી સપાટીને ગરમ કરે છે અને સમગ્ર વાતાવરણમાં ફેરફાર કરે છે. wmoના પ્રમુખ હવામાન વૈજ્ઞાનિક વિલ્ફ્રાન મુફૌમા ઓકિયાનું કહેવું છે કે, મોડલ હવે વધુ સારુ છે અને વિશ્વાસ છે કે, અલનીનો આવશે.
અલનીનોની હશે આ સામાન્ય અસર
અલનીનો સમગ્ર વિશ્વનું વાતાવરણ બદલાવે છે. વૈજ્ઞાનિક કારણ એ છે કે, પ્રશાંત મહાસાગર ગરમ પાણી ઉર્જા વધારે છે જે હવા અને ભેજ વધારે છે. તેનાથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાય છે તો કેટલાક વિસ્તારો દુષ્કારગ્રસ્ત થાય છે. સામાન્ય પ્રભાવ એ છે કે, દક્ષિણ અમેરિકાના દક્ષિણી રાજ્યો, આફ્રિકાના હોર્ન વાળા વિસ્તાર અને મધ્ય એશિયામાં વધુ વરસાદ થાય છે. તો ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા અને દક્ષિણ એશિયાના કેટલાક ભાગમાં દુષ્કાર થઈ શકે છે. ભારતમાં પણ ચોમાસુ નબળુ થઈ શકે છે જેનાથી કૃષિ પર અસર પડશે. ગરમી વધી જાય છે. કારણ કે, અલનીનો સમગ્ર પૃથ્વીને ગરમ કરે છે. 2024 સૌથી ગરમ વર્ષ એટલા માટે બન્યું કારણ કે, 2023-24માં અલનીનો અને માનવનિર્મિત જલવાયુ પરિવર્તન થયું.
ભારત અને સમગ્ર વિશ્વ પર થશે અસર
જો આ સુપર અલનીનો બન્યું તો ભારતમાં ચોમાસામાં વરસાદ અનિયમિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, દક્ષિણ એશિયામાં દુષ્કાર થવાની સંભાવના વધી જાય છે. ઉત્તર અને પૂર્વી ભાતમાં પહેલાથી જ ગરમી છે તો અલનીનો તેના પર વધારે અસર કરી શકે છે. વિશ્વમાં દુષ્કાર ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયાને હેરાન કરશે જ્યારે દક્ષિણ અમેરિકા અને પૂર્વી આફ્રિકામાં પૂર આવી શકે છે.
પ્રશાંત મહાસાગરમાં પૂર વધશે પરંતુ એટલાન્ટિકમાં ઓછું થશે કારણ કે, અલનીનો એટલાન્ટિકમાં પૂર બનાવતી હવાઓને રોકે છે. wmoનું કહેવું છે કે, મે – જૂન – જૂલાઈમાં લગભગ દરેક સ્થાન પર જમીનનું તાપમાન સામાન્યથી વધુ રહેશે. યૂરોપ, ઉત્તરી આફ્રિકા, ઉત્તરી અમેરિકા અને કૈરિબિયનમાં તે વધુ હોય શકે છે.
આબોહવા પરિવર્તન સાથે અલનીનોનો સંબંધ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આબોહવા પરિવર્તન અલ નીનોની સંખ્યા અથવા તાકત વધારતું નથી. પરંતુ ગરમ સમુદ્ર અને ગરમ હવાના કારણે તેનો પ્રભાવ વધુ જોખમી થઈ શકે છે. વધુ ઉર્જા અને ભેજ થવાથી લૂની લહેરો વધુ તેજ થઈ જાય છે. ભારે વર્ષા થઈ શકે છે. એટલા માટે અલનીનોની સાથે માનવ નિર્મિત ગ્રીનહાઉસ ગૈસ મળીને પૃથવીને વધુ ગરમ બનાવે છે. wmoનું કહેવું છે કે, અલનીનો દર વખત અલગ હોય છે પરંતુ હાલ તૈયારી પહેલાથી થવા લાગી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તૈયારીઓ અને સાવધાની જરૂરી
ખેડૂત, પેયજલ અને સિંચાઈ વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ અને સરકાર હવેથી તૈયાર રહે જેથી ઓછું નુકસાન થાય. wmo 28 એપ્રિલ અને દક્ષિણ એશિયા મોનસૂન પૂર્વાનુમાન ચાલુ રાખશે. 29 એપ્રિલના સંયુક્ત રાષ્ટ્ર અને માનવીય સંગઠનોને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ખેડૂતે પાણીની બચત થાય તે માટે દુષ્કાર પ્રતિરોધક પાક વાવવો અને સ્થાસ્થ્ય વિભાગે લૂ થી બચાવવા માટે કાર્યક્રમ ચલાવવા. અલનીનો બાદ લાનીનો પણ આવી શકે છે. તેના માટે લાંબી તૈયારી જરૂરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સાચી જાણકારી અને સમય પર કાર્યવાહીથી લાખો લોકોના જીવ અને પાક બચાવી શકાય છે. અલનીનો જો સુપર બન્યું તો 2026 અથવા 2027 પૃથ્વીનું સૌથી ગરમ વર્ષ રહેશે. એટલા માટે દરેક દેશે અત્યારથી જ સાવધાન રહેવું પડશે. ભારતમાં ગરમી પહેલા તબક્કામાં છે તો આવનાર મહિનામાં વધુ સાવધાની વર્તવી પડશે.












