ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તરાખંડમાં દુર્ઘટના : જોશીમઠ પાસે હેલિકોપ્ટર ક્રેશ, બદ્રિનાથથી થઈ રહ્યું હતું પરત

National News : ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં બદ્રીનાથ મંદિરથી પરત ફરી રહેલું એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટના જોશીમઠની પાસે હાથી પહાડની પાછળ ચાયી ગામના વિસ્તારમાં ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, હજી સુધી હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો શોધ અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.

આ હેલિકોપ્ટર ટ્રાંસ ભારત કંપનીનું બતાવવામાં આવી રહ્યું છે. હેલિકોપ્ટરની લોકેશન અચાનક ગુમ થયા બાદ તેની તપાસ શરૂ કરવામાં આવી. અભિયાનમાં બે અન્ય હેલિકોપ્ટર પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ ખરાબ હવામાનના કારમે અત્યાર સુધી તેની સાચી લોકેશનની જાણ થઈ નથી. પેસેન્જર મેનિફેસ્ટ અનુસાર, હેલિકોપ્ટરમાં કુલ 6 લોકો સવાર હતા. તેમાં પાંચ મુસાફરો ચંદ્રકાંત, રાજશ્રી, દિનેશ, આકાશ અને અથર્વ સામેલ હતા. આ ઉપરાંત હેલિકોપ્ટરમાં પાયલટ પણ હાજર હતા, જેમની ઓળખ હિંમાંશુ તરીકે બતાવવામાં આવી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વરસાદ અને વાદળોના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી

દુર્ઘટનાની સૂચના વાળા વિસ્તારમાં સતત વરસાદ થઈ રહી છે અને ઘેરા વાદળો છવાયા છે. જેના કારણે ચિત્ર અસ્પષ્ટ છે. એવામાં રેસ્ક્યૂ ટીમોને હેલિકોપ્ટરની લોકેશન તપાસવામાં મુશ્કેલી થઈ રહી છે. હાલ ટીમ બદરીનાથ અને જોશીમઠની વચ્ચેના વિસ્તારમાં શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા તેમની સ્થિતિ શું છે, તેને લઈને હાલ કોઈ જાણકારી સામે આવી નથી. વહીવટીતંત્રની ટીમ દ્વારા કાટમાળની જાણ લગાવવા અને રેસ્ક્યૂ ઓપરેશનને આગળ વધારવામાં લાગી છે.

ઓક્ટોબરમાં બે હેલિકોપ્ટરની થઈ હતી ઈમરજન્સી લેન્ડિંગ

ઓક્ટોબર મહિનામાં પણ ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટરોની બે ઈમરજન્સી લેન્ડિંગ થઈ હતી. તેમાં એક ઘટના રુદ્રપ્રયાગમાં ખરાબ વાતાવરણના કારણે થઈ હતી, જ્યારે બીજી ઘટનામાં ટિહરીમાં ટેક્નિકલ ખરાબીના કારણે હેલિકોપ્ટરને ઈમરજન્સિ લેન્ડિંગ કરવી પડી હતી.

આ પણ વાંચો : અયોધ્યામાં આ વખતે 56 ઘાટ પર દીવાની વ્યવસ્થા, દસમા દીપોત્સવની તૈયારીઓ શરૂ

Back to top button