ટ્રેન્ડિંગમનોરંજન

‘પુરૂષોને સિગ્નલ આપે…’ સંજય દત્તની પત્નીએ રેખા વિશે આવું કેમ કહ્યું હતું?

Nargis-Rekha Controversy: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવાદો અને કિસ્સાઓનો લાંબો ઈતિહાસ રહ્યો છે. આવો જ એક વિવાદ 70ના દાયકામાં સામે આવ્યો હતો જ્યારે વેટરન એક્ટ્રેસ નરગિસ દત્તે રેખા વિશે અત્યંત તીખી અને આશ્ચર્યજનક ટિપ્પણી કરી હતી. આ વિવાદમાં નરગિસના પતિ સુનીલ દત્ત અને પુત્ર સંજય દત્તનું નામ પણ જોડાયું હતું.

રેખા અને સુનીલ દત્તની વધતી નિકટતા

70 અને 80ના દાયકામાં રેખા પોતાની કારકિર્દીના શિખર પર હતી. તેણે સુનીલ દત્ત સાથે ‘પ્રાણ જાય પર વચન ના જાય’, ‘નાગિન’ અને ‘ઝમીન આસમાન’ જેવી સુપરહિટ ફિલ્મો કરી હતી. ફિલ્મોમાં તેમની કેમેસ્ટ્રી જોઈને બંને વચ્ચે અફેર હોવાની ગૉસિપ શરૂ થઈ હતી, જેનાથી નરગિસ દત્ત ખૂબ જ પરેશાન હતી.

નરગિસ દત્તનું વિવાદાસ્પદ નિવેદન

વર્ષ 1976માં નરગિસ દત્તે એક ઈન્ટરવ્યુમાં રેખાના પાત્ર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “રેખા પુરુષોને એવા સિગ્નલ આપે છે જાણે તે ઈઝી ટુ અવેલેબલ હોય”. નરગિસે વધુમાં જણાવ્યું કે, “ઘણા લોકો તેને ‘ચુડેલ’ થી ઓછી નથી માનતા. તેને કોઈ મજબૂત પુરુષની જરૂર છે”. આટલું જ નહીં, નરગિસે રેખાની માનસિક સ્થિતિ પર પણ કમેન્ટ કરી હતી.

સંજય દત્ત સાથે પણ જોડાયું નામ

સુનીલ દત્ત બાદ રેખાનું નામ નરગિસના પુત્ર સંજય દત્ત સાથે પણ જોડાયું હતું. ફિલ્મ ‘ઝમીન આસમાન’ના શૂટિંગ દરમિયાન સંજય દત્ત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રેખાએ તેમને સહારો આપ્યો હોવાનું કહેવાય છે. એવી પણ અફવા ઉડી હતી કે રેખા સંજય દત્તના નામનું સિંદૂર લગાવે છે, જોકે આ વાત માત્ર અફવા જ સાબિત થઈ હતી.

અન્ય કલાકારોની ટિપ્પણી

નરગિસ બાદ રાખી ગુલઝારે પણ રેખા પર કટાક્ષ કરતા તેને ‘ચાલતી-ફરતી જ્વેલરી શોપ’ કહી હતી. આટલા ગંભીર આરોપો અને ટિપ્પણીઓ છતાં રેખાએ ક્યારેય આ બાબતે પોતાની મૌન તોડ્યું નહોતું અને કોઈ વળતો જવાબ આપ્યો નહોતો.

આ પણ વાંચોઃ ઉનાળામાં AC જ નહીં, ઘરમાં રાખેલી આ 5 વસ્તુઓમાં પણ થઈ શકે છે બ્લાસ્ટ

આ પણ વાંચોઃ કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળનો વિરોધ, લિપુલેક્ના મુદ્દે ભારતને મોકલ્યો પત્ર

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button