અયોધ્યા: રામ મંદિરમાં નમાઝ અદા કરી રહ્યો હતો એક વ્યક્તિ, પોલીસે અટકાયત કરી

અયોધ્યા રામ મંદિર સંકુલમાં એક મુસ્લિમ વ્યક્તિ નમાઝ અદા કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રામ મંદિર સંકુલમાં ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી વખતે સમુદાયના કેટલાક સભ્યોએ એક વ્યક્તિની અટકાયત કરી હતી. મંદિર સંકુલમાં નમાઝ અદા કરતો વ્યક્તિ એક ચોક્કસ સમુદાયનો હોવાનું કહેવાય છે.
અયોધ્યા રામ મંદિર સંકુલ પાસે નમાજ પઢવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. પોલીસે જ્યારે તેને આ કરતા રોક્યો ત્યારે તેણે સાંપ્રદાયિક નારા લગાવવાનું શરૂ કરી દીધું. આ વ્યક્તિની ઓળખ કાશ્મીરના શોપિયાના રહેવાસી અહેમદ શેખ તરીકે થઈ છે.
યુવકે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું
મંદિર સંકુલમાં હાજર લોકોએ જણાવ્યું કે, જ્યારે સુરક્ષા કર્મચારીઓઓએ વ્યક્તિને રોક્યો ત્યારે તેણે સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું, ત્યારબાદ ઘટનાસ્થળે હાજર સુરક્ષા દળોએ તેને તાત્કાલિક અટકાયતમાં લીધો હતો. ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓને ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. હાલ આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેના કૃત્ય પાછળનો હેતુ જાણવા માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.
અહેમદ શેખની અટકાયત
અહેવાલો અનુસાર, અહેમદ શેખ ગેટ D1 થી મંદિરમાં પ્રવેશ્યો હતો. તે રામ મંદિર સંકુલના દક્ષિણ કિલ્લા પર નમાઝ અદા કરી રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેને જોયો હતો. હોબાળા બાદ સુરક્ષા દળોએ વ્યક્તિની અટકાયત કરી. મંદિર પરિસરમાં નમાજ પઢવાની ઘટના બાદ પોલીસ સક્રિય થઈ ગઈ. શહેરમાં કાશ્મીરી શાલ વેચતા લોકોની પણ પોલીસે અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટના આજે સવારે બની હોવાનું જાણવા મળે છે. જોકે, રામ મંદિર ટ્રસ્ટે આ મામલે કોઈ નિવેદન જારી કર્યું નથી.
આ પણ વાંચો: “ચૂંટણી આવતા જ ED એક્ટિવ થઈ જાય છે, વિપક્ષને ડરાવવા માટે BJPએ આપી છે છુટ”- કપિલ સિબ્બલ












