ગુજરાતટ્રેન્ડિંગ

મોરબીમાં નીચાણવાળા 21 ગામડામાં એલર્ટ, મચ્છુ 2 ડેમના 2 દરવાજા ખોલાયા

મોરબી, 09 સપ્ટેમ્બર, 2025: મોરબીનો આ ડેમ ઓવરફ્લો થાય એટલે એક વર્ષ માટે મોરબી અને માળિયાના લોકોને પીવાના પાણીની ચિંતામાંથી મુક્તિ મળે છે. મોરબીનો મચ્છુ 2 ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. બે દરવાજા ખોલી 4470 ક્યુસેક પાણી છોડાયું છે. મોરબીના 13, માળિયાના 8 ગામને એલર્ટ કરાયા છે. આ વખતે છેલ્લા દિવસોમાં ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારને પાણીની તકલીફમાંથી મુક્તી મળશે.

મોરબીનો મચ્છુ 2 ડેમ સંપૂર્ણ ભરાયો 

જિલ્લમાં આ વર્ષે ધીમી ધારે વરસાદ પડતા નદીઓ અને તાળાવોમાં પાણીની આવક ધીમી રહી છે. જોકે છેલ્લા દિવસોમાં આસપાસ તથા જિલ્લામાં ભારે વરસાદથી મચ્છુ 2 ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી છે. ડેમ 3105 એમસીએફટી પાણી ભરાઈ જતા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના બે દરવાજા અઢી ફૂટ ખોલીને 4470 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે.

મોરબીના 13, માળિયાના 8 ગામને એલર્ટ કરાયા

મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા મોરબીના 13 અને માળીયાના 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આમ કુલ જિલ્લાના 21 ગામના લોકોને એલર્ટ કરાયા છે. હાલ બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં ભારે વરસાદથી પાણીની આવકમાં વધારો થશે તો વધારે દરવાજા ખોલી પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ડેમમાં ચોવીસ કલાકમાં 30 ટકા જેટલા પાણીની આવક જોવા મળી છે.

કચ્છ જિલ્લામાં કુદરતનો કહેવાર ફરી એકવાર જોવા મળી રહ્યો છે. રાપર તાલુકામાં ગત રાત્રે પડેલા ભારે વરસાદે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. 17 ઇંચથી વધુ વરસાદ થવાને કારણે નદી-નાળા છલકાઈ ગયા અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદના કારણે સુવઇથી ગવરીપર ગામને જોડતો મુખ્ય પુલ તૂટી ગયો, જેના કારણે બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે.

આ પણ વાંચો: કચ્છના રાપરમાં ધોધમાર 17 ઈંચ વરસાદ, નદી-નાળા છલકાયા ને રસ્તાઓ પાણીમાં ગરકાવ

Back to top button