કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કચ્છના રાપરમાં ધોધમાર 17 ઈંચ વરસાદ, નદી-નાળા છલકાયા ને રસ્તાઓ પાણીમાં ગરકાવ

રાપર, 09 સપ્ટેમ્બર 2025: કચ્છ જિલ્લામાં કુદરતનો કહેવાર ફરી એકવાર જોવા મળી રહ્યો છે. રાપર તાલુકામાં ગત રાત્રે પડેલા ભારે વરસાદે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. 17 ઇંચથી વધુ વરસાદ થવાને કારણે નદી-નાળા છલકાઈ ગયા અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદના કારણે સુવઇથી ગવરીપર ગામને જોડતો મુખ્ય પુલ તૂટી ગયો, જેના કારણે બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે.

પુલ તૂટતાં ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો

રાપર તાલુકાના સુવઇથી ગવરીપરને જોડતો પુલ પાણીના ભારે પ્રવાહને કારણે ધરાશાયી થઈ ગયો. આ પુલ દૈનિક પરિવહન માટે અત્યંત મહત્વનો ગણાતો હતો. પુલ તૂટી જતાં લોકો માટે અવરજવર મુશ્કેલ બની છે. વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ગ્રામજનોને ખોરાક, દૂધ, દવાઓ જેવી જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

વરસાદી આફતથી જનજીવન પર અસર

માત્ર રાપર જ નહીં, કચ્છ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. 15 ઇંચ વરસાદ થવાને કારણે ગામડાંમાં પાણી ઘૂસી ગયા છે. નાનાં-મોટાં તળાવો છલકાઈ જતાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રાપર શહેરના બજાર વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને ભારે નુકસાન થયું છે. રસ્તાઓ પર કાદવ ફેલાતા લોકો માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે.

જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર જીલ્લામાં બે દિવસમાં ૧૧૭ મી.મી જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વરસાદે વરસાદ રાપર તાલુકામાં નોંધાયો છે ૪૦૭ મી.મી વરસાદ રાપરમાં નોંધાયો છે.

આ પણ વાંચો: આજથી એશિયા કપનો સંગ્રામ શરુ થશે, જાણો તમામ મેચોનું શિડ્યૂલ અને ક્યાં જોઈ શકશો આ મેચ?

Back to top button