ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં 24 કલાકમાં 128 તાલુકામાં મેઘમહેર, જાણો કયા થયો સૌથી વધુ વરસાદ

Text To Speech
  • 10 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો
  • 9 વર્ષમાં જુલાઈનો આ વખતે સૌથી વધુ વરસાદ
  • સંતરામપુર, સુબીરમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં 24 કલાકમાં 128 તાલુકામાં મેઘમહેર થઇ છે. તેમજ 10 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. ત્યારે લુણાવાડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તથા દાંતામાં 2 ઇંચ, અમીરગઢમાં 1.50 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ આંકલામાં 1 ઇંચ, પોશીનામાં 1 ઇંચ વરસાદ આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાક માટે હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી 

સંતરામપુર, સુબીરમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો

સંતરામપુર, સુબીરમાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાથે જ નડિયાડ, ડાંગ, કપરાડામાં પણ 1-1 ઇંચ વરસાદથી હાલાકી પડી રહી છે. ગુજરાતમાં માત્ર જુલાઈ માસના સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો 17.78 ઈંચ વરસાદ થયો છે, જે ગત વર્ષની સરખામણીએ 16 ટકા જેટલો ઓછો વરસાદ વરસ્યો છે. ગત વર્ષે જુલાઈ માસમાં 21.25 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જુલાઈમાં ઓછો વરસાદ થયો હોવા છતાં રાજ્યનાં કુલ વરસાદની સરેરાશ ગત વર્ષ કરતાં વધુ હોવા પાછળનું કારણ જુન માસમાં થયેલ ધોધમાર વરસાદ છે. આ વખતે જુન માસમાં રેકોર્ડ બ્રેક 9.71 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ હત વર્ષે માત્ર 2.56 ઈંચ જ વરસાદ નોંધાયો હતો. આમ જુન માસમાં થયેલા ભારે વરસાદના લીધે રાજ્યમાં સરેરાશ વરસાદની ટકાવરી જળવાઈ રહી છે.

છેલ્લા 9 વર્ષમાં જુલાઈ માસનો આ વખતે સૌથી વધુ વરસાદ વરસ્યો

જુલાઈ માસના વરસાદમાં વર્ષ-2017 અને 2022ને બાદ કરતાં છેલ્લા 9 વર્ષમાં જુલાઈ માસનો આ વખતે સૌથી વધુ વરસાદ વરસ્યો છે. વર્ષ-2017માં જુલાઈ માસમાં 21.03 ઈંચ વરસાદ વરસ્યો હતો. એ સિવાય વર્ષ-2015માં 12.84 ઈંચ, વર્ષ-2016માં 8.97 ઈંચ, વર્ષ-2018માં 15.30 ઈંચ, વર્ષ-2019માં 8.89 ઈંચ, વર્ષ-2020માં 9.14 ઈંચ અને વર્ષ-2021માં 7.06 ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પણ ધોધમાર વરસાદ પડવાનો રાજ્યમાં સિલસિલો કેટલાક વર્ષોમાં જોવા મળ્યો છે. ગત વર્ષે ઓગસ્ટમાં 10.54 ઈંચ વરસાદ વરસ્યો હતો. વર્ષ-2021માં ઓગસ્ટમાં માત્ર 2.16 ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે સપ્ટેમ્બરમાં 17.04 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વર્ષ-2020માં ઓગસ્ટમાં 25.78 ઈંચ અને સપ્ટેમ્બરમાં પણ 4.93 ઈંચ વરસાદ વરસ્યો હતો. વર્ષ-2019માં ઓગસ્ટમાં 17.84 ઈંચ વરસાદ વરસ્યો હતો અને સપ્ટેમ્બરમાં 13.52 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય વર્ષ-2016માં ઓગસ્ટમાં 11.34 ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

Back to top button