અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન: 450 જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરાયાં

અમદાવાદ, 29 મે ૨૦૨૫: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરમાં આજે (29 મે, 2025) સવારે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાંચ જેસીબી અને આઠ જેટલા હિટાચી મશીન તથા અનેક ટ્રક સાથે મોટાપાયે તંત્ર દ્વારા આજે સવારથી જ સપાટો બોલાવવામાં આવ્યો હતો. ગુરૂવારે (29 મે) સવારથી અકબરનગર વિસ્તારમાં આશરે 400થી વધુ જેટલાં કાચા-પાકા મકાન-દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા.

અજીત મિલ ચાર રસ્તા પાસે એસ.પી. ઓફિસ પાછળના વિસ્તારમાં આવેલ આ વસાહતમાં અંદાજે 400થી વધુ છાપરાં અને નાના-મોટા કાચાં-પાકાં મકાનો હતા, જેને બે કલાકની અંદર પાંચ જેસીબી અને આઠથી વધુ હિટાચી મશીનથી તોડી પાડવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી. વર્ષ 2014માં 221 લોકોને વટવા ખાતે વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા હતા, જેમાંના 76 લોકો હજી પણ અહીંયા રહેતા હતાં. ત્યારે આજે વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હાલમાં કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:પાકિસ્તાન બોર્ડર વાળા ગુજરાત સહિતના આ રાજ્યોમાં આવતીકાલે ફરી થશે મોક ડ્રીલ

Back to top button