આજે મોરેશિયસના વડાપ્રધાન વડાપ્રધાન મોદીને મળશે, વિકાસ ભાગીદારી-ક્ષમતા નિર્માણ પર ચર્ચા

નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારણાસીમાં પોતાના મોરેશિયસના કાઉન્ટર પાર્ટ નવીનચંદ્ર રામગુલામનું સ્વાગત કરશે. રામગુલામ ભારતની રાજકીય યાત્રા પર છે અને વડાપ્રધાન મોદીની સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે આ ઐતિહાસિક શહેરમાં આ મુલાકાત સ્થાયી સભ્યતા સાથેના જોડાણ, આધ્યાત્મિક બંધન અને લોકોની વચ્ચે ઊંડા સંબંધોને રેખાંકિત કરે છે, જેમાં ભારત અને મોરીશિયસ વચ્ચે ખાસ અને અનોખા સંબંધને આકાર આપ્યો છે. રામગુલામ 16 સપ્ટેમ્બર સુધી ભારતમાં રહેશે.
સહકારના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા
નિવેદનના અનુસાર દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન, મોદી અને રામગુલામ સહકારના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે, જેમાં વિકાસ ભાગીદારી અને ક્ષમતા નિર્માણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેઓ આરોગ્ય, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઉર્જા, માળખાગત સુવિધાઓ તેમજ નવીનીકરણીય ઉર્જા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અને બ્લ્યુ ઇકોનોમિ જેવા ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તકો પર પણ ચર્ચા કરશે.
મોરેશિયસ ભારતના OCEAN વિઝન અને ‘પડોશી પ્રથમ’ નીતિ માટે ચાવીરૂપ
આ મુલાકાત માર્ચ 2025માં મોદીની મોરેશિયસની રાજ્ય મુલાકાતથી ઉત્પન્ન થયેલી સકારાત્મક ગતિને વધુ મજબૂત બનાવશે, જે દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને ‘અદ્યતન વ્યૂહાત્મક ભાગીદારી’ના સ્તરે પહોંચાડ્યા હતા. હિંદ મહાસાગર ક્ષેત્રમાં એક મૂલ્યવાન ભાગીદાર અને નજીકના દરિયાઈ પાડોશી તરીકે, મોરેશિયસ ભારતના OCEAN (પ્રદેશમાં સુરક્ષા અને વિકાસ માટે પરસ્પર અને સંપૂર્ણ પ્રગતિ) વિઝન અને ‘પડોશી પ્રથમ’ નીતિ માટે ચાવીરૂપ છે, એમ નિવેદનમાં જણાવાયું છે.
વૈશ્વિક દક્ષિણની સામૂહિક આકાંક્ષાઓ માટે પણ મહત્વપૂર્ણ
નિવેદનમાં જણાવાયું છે કે બંને દેશો વચ્ચે ગાઢ સહકાર ફક્ત બંને દેશોના લોકોની સમૃદ્ધિ માટે જ નહીં, પરંતુ વૈશ્વિક દક્ષિણની સામૂહિક આકાંક્ષાઓ માટે પણ મહત્વપૂર્ણ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વારાણસી સમિટ ભારત અને મોરેશિયસની પરસ્પર સમૃદ્ધિ, ટકાઉ વિકાસ અને સુરક્ષિત અને સમાવિષ્ટ ભવિષ્ય તરફની સહિયારી યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.












