ટ્રેન્ડિંગનેશનલ
સરખેજ-સાણંદ ચોકડી પાસે ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ: ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે

Ahmedabad Fire: અમદાવાદ શહેરના સરખેજ-સાણંદ ચોકડી પાસે આવેલા ઈન્ડિયા એસ્ટેટમાં આજે 19 ઑગસ્ટે એક ટાયરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની 8 જેટલી ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ ખૂબ જ વિકરાળ હોવાના કારણે ફાયર ટીમો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
એસ્ટેટમાં દુકાનો અને ઓફિસો ખાલી કરાવાઈ
સરખેજ-સાણંદ ચોકડી નજીક રીલીફ હોટલ વાળી ગલીમાં આવેલા ઈન્ડિયા એસ્ટેટના ટાયર ગોડાઉનમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. ટાયરનું ગોડાઉન હોવાથી આગની તીવ્રતા વધારે હતી અને મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાતાં આસપાસના વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આગ વધુ ન ફેલાય અને કોઈ જાનહાનિ ન થાય તે માટે સાવચેતીના પગલે ઈન્ડિયા એસ્ટેટમાં આવેલી અન્ય તમામ ઓફિસો અને દુકાનોને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
હજુ સુધી આ સમગ્ર મામલે કોઈ જાનહાનિની ઘટના સામે નહતી આવી. પરંતુ, આગ લાગવા પાછળનું નક્કર કારણ ફાયર વિભાગ દ્વારા શોધવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ FSSAIએ ડાબર બાદ ઝંડુ સહિતની આ કંપનીઓ પર કરી કડક કાર્યવાહી
આ પણ વાંચોઃ વિદ્યાર્થીઓને CJP-લેફ્ટના પ્રદર્શનથી દૂર રહેવાનો આદેશ, ટીમ દીપકેના વિરોધ બાદ TVK બેકફૂટ પર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












