ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિદ્યાર્થીઓને CJP-લેફ્ટના પ્રદર્શનથી દૂર રહેવાનો આદેશ, ટીમ દીપકેના વિરોધ બાદ TVK  બેકફૂટ પર

National News: તમિલનાડુમાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને રાજકીય વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેતા અટકાવવા માટે જાહેર કરાયેલા એક આદેશને ભારે વિરોધ બાદ પાછો ખેંચવામાં આવ્યો છે. રાજ્યના કોલેજિયેટ એજ્યુકેશન ડિરેક્ટોરેટે 17 ઓગસ્ટે જાહેર કરેલો આ વિવાદાસ્પદ આદેશ હવે રદ કર્યો છે.

આદેશમાં અધિકારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને સૂચના આપવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ અને યુવાનો લેફ્ટ સંગઠનો અથવા CJP દ્વારા આયોજિત રાજકીય પ્રદર્શન, આંદોલન અને હડતાળમાં ભાગ ન લે તેની ખાતરી કરવામાં આવે. આદેશ સામે રાજકીય અને સામાજિક સ્તરે વિરોધ શરૂ થયા બાદ સરકાર પર દબાણ વધ્યું હતું.

CJPએ આદેશને ગણાવ્યો અસંવૈધાનિક

CJPના પ્રવક્તા સૌરવ દાસે સરકારના નિર્ણયની આકરી ટીકા કરી હતી. તેમણે આદેશને નિંદનીય અને અસંવૈધાનિક ગણાવ્યો હતો. તેમનો દાવો હતો કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર નાગરિકોના લોકશાહી અધિકારોનો ભાગ છે અને લોકોને રાજકીય વિરોધ પ્રદર્શનથી દૂર રાખવા માટે સરકાર આવી રીતે નિયંત્રણ લાદી શકે નહીં. CJPના વિરોધ બાદ આ મુદ્દો વધુ ગરમાયો હતો. સરકારની ટીકા થતાં આખરે કોલેજિયેટ એજ્યુકેશન ડિરેક્ટોરેટે પોતાનો અગાઉનો આદેશ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો.

ભાજપે કર્યો હતો સરકારના નિર્ણયનો બચાવ

બીજી તરફ ભાજપના નેતા વિનોજ પી. સેલ્વમે અગાઉ વિદ્યાર્થીઓને આવા પ્રદર્શનોથી દૂર રાખવાના નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક રાજકીય સંગઠનો વિદ્યાર્થીઓને પ્રદર્શનોમાં જોડે છે, પરંતુ બાદમાં તેમની જવાબદારી લેતા નથી. સેલ્વમે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ રાજકીય આંદોલનોમાં સમય પસાર કરવાને બદલે અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જોકે ભારે વિરોધ વચ્ચે આદેશ પાછો ખેંચાતા હવે આ સમગ્ર મુદ્દે રાજકીય ચર્ચા વધુ તેજ બની છે.

આ પણ વાંચોઃ GSRTCએ કર્યો મોટો નિર્ણય, દૈનિક મુસાફરો માટે પાસ યોજનામાં 50% રાહત
Back to top button