દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લાગી ભીષણ આગઃ ફાયર વિભાગની 10 ટીમ પહોંચી ઘટનાસ્થળે

નવી દિલ્હીઃ 14 ઓગસ્ટ, 2025: AIIMS Fire: દિલ્હી સ્થિત AIIMS (ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. AIIMSના મધર એન્ડ ચાઇલ્ડ બ્લોકમાં આ આગ લાગી છે. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગની માહિતી મળતા જ, 10 ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
ફાયરની 10 ટીમ પહોંચી ઘટનાસ્થળે
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ લાગવાની સૂચના 5:15 વાગ્યે મળી હતી. માહિતી મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. હાલ, ફાયરની 10 ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે અને આગ ઓલવવાની પ્રક્રિયા હજુ શરૂ છે.
નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવા પાછળનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગની ટીમ હાલ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધા બાદ દુર્ઘટના પાછળના કારણની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સુરતમાં રીઢા આરોપી જાવેદનું પોલીસે કાઢ્યું સરઘસ, આઝાદનગરમાં મચાવ્યો હતો આતંક












