ટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં થશે નવાજૂની? આ મહિને ફરી શરૂ થશે મરાઠા આરક્ષણ માટેનું આંદોલન, જાણો કોણ કરશે નેતૃત્વ

મહારાષ્ટ્રઃ 7 ઓગસ્ટ, 2025: Maratha Reservation Protest:  મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગ ફરી એકવાર જોર પકડવા લાગી છે. મરાઠા અનામતનો મુદ્દો ઉઠાવનારા કાર્યકર્તા મનોજ જરાંગે 29 ઓગસ્ટથી એક નવું આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. જરાંગે તમામ મરાઠાઓને OBC તરીકે માન્યતા આપવા અને સરકારી નોકરીઓ તેમજ શિક્ષણમાં અનામતની માંગણી સાથે અનેક વખત ભૂખ હડતાળ પર ઉતરી ચૂક્યા છે.

મરાઠા અનામત આંદોલન

મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગેએ કહ્યું કે, ‘અમે મરાઠા સમુદાયના અન્ય સભ્યો સાથે 27 ઓગસ્ટના રોજ મુંબઈથી લગભગ 400 કિમી દૂર જાલના જિલ્લાના અંતરવાલી સરતી ગામથી રવાના થશે. અમે પુણે જિલ્લાના જુન્નાર વિસ્તારમાં શિવનેરી કિલ્લા પાસે અમારો પહેલો પડાવ નાંખીશું. અમે અંતરવાલીથી શેવગાંવ, અહિલ્યાનગર અને અલેફાટા થઈને શિવનેરી જઈશું અને ચોમાસાને કારણે માલશેજ ઘાટ જવાનું ટાળીશું.

તેમણે વધુમાં કહ્યું કે, બીજા દિવસે અમે ચાકણ જઈશું. ત્યાંથી આંદોલનકારીઓ તાલેગાંવ, લોનાવાલા, વાશી અને ચેમ્બુર થઈને દક્ષિણ મુંબઈ પહોંચીશું. આ આંદોલન 29 ઓગસ્ટથી મુંબઈના આઝાદ મેદાનથી શરૂ થશે. જરાંગેએ મરાઠા સમુદાયના લોકોને મુંબઈમાં આંદોલનમાં જોડાવા અપીલ કરી છે. મરાઠા સમુદાયના જે નેતાઓ આંદોલનમાં ભાગ લઈ રહ્યા નથી તેમને ચૂંટણીમાં હરાવવા જોઈએ.

10 ટકા અનામત આપતું બિલ પસાર કરાયું

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયને 10 ટકા અનામત આપતું બિલ પસાર કર્યું હતું, પરંતુ જરાંગે OBC શ્રેણી હેઠળ અનામતની માંગ કરી રહ્યા છે.

કુનબી પ્રમાણપત્ર જાહેર કરવાની માંગ

જરાંગેના નેતૃત્વમાં મરાઠા સમુદાય મરાઠાઓને કુનબી પ્રમાણપત્રો આપવાની માંગ કરી રહ્યો છે જેથી તેમને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત માટે OBC શ્રેણીમાં સામેલ કરી શકાય. કાર્યકર્તાએ દાવો કર્યો છે કે, કુનબી અને મરાઠા સમાન છે તે સાબિત કરવા માટે 58 લાખથી વધુ દસ્તાવેજો એકત્રિત કરવામાં આવ્યા છે. તેમણે આ રેકોર્ડના આધારે કુનબી પ્રમાણપત્રો આપવાની માંગ કરી છે.

રાજ્ય સરકારે મરાઠા સમુદાયના એ સભ્યોને કુનબી પ્રમાણ પત્ર આપવા માટે SOP નક્કી કરવા માટે જસ્ટિસ શિંદેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની પેનલનું ગઠન કર્યું હતું. આ પેનલ એવા લોકોની યાદી બનાવશે જેને અથવા જેમના પૂર્વજોને કુનબી કહેવામાંઆવતા. મહારાષ્ટ્રમાં કુનબી (ખેતી સાથે જોડાયેલો સમુદાય) અન્ય પછાત વર્ગ (ઓબીસી) શ્રેણીમાં આવે છે.

આ પણ વાંચોઃ ભારતના 4 અદ્ભુત સ્થળો જ્યાં જઈને તમે કહેશો, “કાશ આ પહેલાં જાણ્યું હોત!”

આ પણ વાંચોઃ ગુજરાત: હોમલોન કૌભાંડ, લોન ધારકોને બોગસ દસ્તાવેજોને આધારે 1.97 કરોડની લોન આપી

Back to top button