NPSમાં મોટા ફેરફાર: નવા નિયમોથી રોકાણકારોને શું અસર પડશે? જાણો સંપૂર્ણ માહિતી

Major changes in NPS: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં રોકાણ કરતા લાખો રોકાણકારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. Pension Fund Regulatory and Development Authority (PFRDA)એ NPS સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં સ્પષ્ટતા કરી છે, જેમાં એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ (AMC), નિષ્ક્રિય ખાતાઓની ફી અને PRAN સંબંધિત ચાર્જીસનો સમાવેશ થાય છે. આ ફેરફારોનો હેતુ તમામ સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સીઓ (CRAs)માં એકરૂપતા લાવવાનો છે.
નવા નિયમો મુજબ, ટિયર-II ખાતાઓ પર લાગતો એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ હવે ટિયર-I ખાતા મુજબ જ નક્કી કરવામાં આવશે, જે રોકાણકારના સેક્ટર (સરકારી અથવા ખાનગી) પર આધારિત રહેશે. ખાસ વાત એ છે કે ₹1000 સુધીના બેલેન્સ ધરાવતા ટિયર-II ખાતાઓ પર કોઈ એન્યુઅલ મેઈનટેઈનન્સ ચાર્જ લાગશે નહીં, જે નાના રોકાણકારો માટે રાહતરૂપ છે.
હવે એક જ PRAN (Permanent Retirement Account Number) હેઠળ જોડાયેલી દરેક સ્કીમને અલગ ખાતા તરીકે ગણવામાં આવશે અને તેના પર અલગથી AMC વસૂલાશે. આથી, ઘણા સ્કીમોમાં રોકાણ કરનારા રોકાણકારો માટે કુલ ખર્ચમાં વધારો થઈ શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નિષ્ક્રિય ખાતાઓ અંગે પણ નવી વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. જો કોઈ રોકાણકાર ચાર સતત ત્રિમાસિક સમયગાળા સુધી યોગદાન આપતો નથી, તો ખાતું ‘ડોરમેન્ટ’ ગણાશે. આવા ખાતાઓ પર AMCના 10% જેટલો ચાર્જ લાગશે. ખાતાને ફરી સક્રિય કરવા માટે ફરીથી યોગદાન શરૂ કરવું પડશે.
PRAN સંબંધિત ચાર્જ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. PRAN ખોલવાનો ચાર્જ માત્ર એક વખત લેવામાં આવશે અને ત્યારબાદ તે જ PRAN હેઠળ નવા ટિયર-I અથવા ટિયર-II ખાતા ખોલવા કે સક્રિય કરવા માટે કોઈ વધારાનો ચાર્જ નહીં લેવાય.
વધુમાં, Atal Pension Yojana (APY) અને NPS-લાઇટ યોજનાઓ હેઠળના શૂન્ય બેલેન્સ ધરાવતા ખાતાઓ માટે AMC શૂન્ય રાખવામાં આવ્યું છે, જેનાથી નીચી આવકવર્ગના લોકો લાભાન્વિત થશે. તમામ ચાર્જીસ ત્રિમાસિક અંતે વસૂલવામાં આવશે, જે સીધા રોકાણકારના ખાતામાંથી અથવા નોકરીદાતા મારફતે કાપવામાં આવશે.
આ ઉપરાંત, તાજેતરમાં NPS હેલ્થનો પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ડિજિટલ સુવિધાઓ અને હેલ્થ કવરેજને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ યોજના ભવિષ્યમાં રોકાણકારો માટે વધુ ફાયદાકારક બની શકે છે.
આ પણ વાંચો : ઈરાનમાં મોટી દુર્ઘટના: ન ફુટેલા બોમ્બનો કાટમાળ હટાવતા એક બોમ્બ ફુટ્યો, 14 સૈનિકોના મોત












