લગ્નપ્રસંગમાં જઈ રહેલી લક્ઝરી બસનો ભરૂચ નજીક ભયાનક અકસ્માત, બે લોકોનાં મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચના દેરોલ નજીક લક્ઝરી બસ અને અન્ય વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લગ્નપ્રસંગમાં હાજરી આપવા ધોરાજીથી સુરત જઈ રહેલી બસ અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર થતાં જ પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો.
લગ્નપ્રસંગમાં જતી બસને નડ્યો અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરાજીથી લક્ઝરી બસમાં સવાર થઈને લોકો લગ્નપ્રસંગમાં હાજરી આપવા સુરત જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચ જિલ્લાના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસનો ભયાનક અકસ્માત સર્જાયો હતો. બસ અને અન્ય વાહન વચ્ચે જોરદાર ટક્કર થતાં અફરાતફરી મચી ગઈ હતી.
ટક્કર એટલી જોરદાર કે બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ
અકસાનની તીવ્રતા એટલી હતી કે બંને વાહનો વચ્ચે થયેલી ટક્કરનો પ્રચંડ ધડાકો સંભળાયો હતો. અકસ્માતમાં લક્ઝરી બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. બસમાં સવાર મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં બસનો ડ્રાઈવર પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
બે લોકોનાં મોત, બાળકો અને મહિલાઓ સહિત અનેક ઘાયલ
આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં મોત નીપજ્યાં હોવાની માહિતી સામે આવી છે. જ્યારે બાળકો અને મહિલાઓ સહિત અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામની સ્થિતિ
અકસ્મતને પગલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતને કારણે હાઈવે પર વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
લગ્નપ્રસંગની ખુશીઓ વચ્ચે સર્જાયેલી આ કરુણ દુર્ઘટનાએ પરિવારોમાં શોકનો માહોલ ફેલાવ્યો છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને ઈજાગ્રસ્તોની હાલત અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: જામનગર-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, CCTVમાં કેદ થયો અકસ્માતનો લાઈવ નજારો











