થાઇલેન્ડે લુથરા બંધુઓને ભારતને સોંપ્યા, આજે જ ભારત લાવવામાં આવશે

થાઇલેન્ડે લુથરા બંધુઓને ભારતને સોંપી દીધા છે અને આજે જ તેમને ભારત લાવવામાં આવશે. આ કેસ ગોવામાં થયેલા અગ્નિકાંડ સાથે સંબંધિત છે. થાઇલેન્ડમાં તેમની ધરપકડ બાદ, ઇન્ટરપોલની મદદથી પ્રત્યાર્પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. લુથરા બંધુઓના ભારત પાછા ફરવાથી ગોવામાં આગની ઘટનાની તપાસ આગળ વધારવામાં મદદ મળશે.
ગોવા નાઈટક્લબમાં થયેલી વિનાશક આગની ઘટનાના આરોપી લુથરા બંધુઓ ટૂંક સમયમાં ભારત આવશે. થાઈલેન્ડમાં તેમના પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. થાઈલેન્ડે તેમને ભારતને સોંપી દીધા છે. સીબીઆઈની એક ટીમ તેમને લઈને ફ્લાઇટમાં પરત આવી રહી છે.
6 ડિસેમ્બરની રાત્રે, ગોવાના આર્પોરામાં એક નાઈટક્લબમાં ભીષણ આગ લાગી હતી, જેમાં પાંચ પ્રવાસીઓ સહિત 25 લોકો માર્યા ગયા હતા. ઘટના સમયે લુથરા બંધુઓ દિલ્હીમાં હતા અને તરત જ થાઈલેન્ડ ભાગી ગયા હતા.
આ પણ વાંચો: વીમાની રકમ હડપવા માટે ખુદના મોતનો પ્લાન બનાવ્યો, અજાણ્યા શખ્સને કારમાં બેસાડી જીવતો સળગાવી દીધો












