રાજ્યભરમાં કાતિલ ઠંડીનો કહેર, નલિયામાં સૌથી ઓછું તાપમાન
રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 11.2 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 15.1, ગાંધીનગરમં 14.0, ડીસામાં 13.2 અને વલ્લભવિધાનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 14.6, સુરતમાં 17.8, દમણ 15.0, ભુજ 15.0 અને ખંડલા એરપોરટ 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી 13.8, ભાવનગર 16.8, દ્વારકા 17.9, પોરબંદર 14.2, રાજકોટ 14.4, વેરાવળ 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દીવ 16.0, સુરેન્દ્રનગર 15.0, મહુવા 15.6 અને કેશોદ 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે 24 કલાક બાદ ફરી તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ થશે તેમ જણાવ્યું હતું. આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે હાલ પૂર્વ ઉતર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે.
24 કલાક બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે તાપમાન ઘટતા ફરી ઠંડીનો અહેસાસ થશે. ત્યારે હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય થી વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16.2 ડિગ્રી અને અમદાવાદનું સામાન્ય તાપમાન 12.5 ડિગ્રી રહેવાની સરખામણીએ 4 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે.











