ઝાલમુરી શું છે અને તે કેવી રીતે બને છે?, જાણો આ સ્ટ્રીટ ફૂડનો રોચક ઈતિહાસ
Street Food Jhalmuri History: ભારત દેશ વિવિધતાથી ભરેલો છે. દરેક રાજ્યમાં અલગ અલગ સ્વાદવાળી વાનગીઓ મળે છે. આવી જ એક ખાસ વાનગી છે ‘ઝાલમુરી’. હાલમાં આ નામ કેમ ચર્ચામાં છે શું છે તેનો ઈતિહાસ અને કેવી રીતે બને છે આ વાનગી જાણીએ.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, જેને પગલે રાજકીય પક્ષો રાજ્યમાં પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ભારતના વડાપ્રધાન પણ રવિવારે (19 એપ્રિલ 2026) પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાનો કાફલો રોકીને ઝાલમુરી (Jalmuri)નો સ્વાદ માણ્યો હતો. આ સ્ટ્રીટ ફૂડની ચર્ચા હાલમાં થઈ રહી છે. ઝાલમુરી દેશભરમાં અલગ અલગ સ્વાદમાં ઉપલબ્ધ છે. પણ શું તમે તેનો ઇતિહાસ જાણો છો?
Jhalmuri break in Jhargram! pic.twitter.com/LJNjEojAW4
— Narendra Modi (@narendramodi) April 19, 2026
ઘણા લોકો ઝાલમુરીને બિહારનું સ્ટ્રીટ ફૂડ સમજે છે, જો કે આ સાચું નથી, ખરેખર તો આ ફેમસ સ્ટ્રીટની ફૂડનો મૂળ સંબંધ પશ્ચિમ બંગાળ (West Bengal) સાથે છે, જ્યાં ‘ઝાલ’ નો અર્થ મસાલેદારઅને ‘મુરી’નો અર્થ મમરા થાય છે. ઝાલમુરી એ તીખાશ અને ખટાશથી ભરેલો મમરાનો નાસ્તો છે, જે ફટાફટ તૈયાર થાય છે અને ફ્રેસ જ ખાવામાં આવે છે.

ઝાલમુરીનો પ્રારંભિક તબક્કો તેમજ કોણે શરુઆત કરી તેનો ચોક્કસ ઈતિહાસ ઉપલબ્ધ નથી, પરંતુ પશ્ચિમ બંગાળમાં તેની શરુઆત થઈ હતી અને દ્રિતિય વિશ્વયુદ્ધ (World War II)ના સમયગાળા આસપાસ તે વધુ લોકપ્રિય બની હતી. એવું કહેવાય છે કે, શરુઆતમાં શ્રમિકો માટે કોલકાતાની ગલીઓમાં આ સ્ટ્રીટ ફૂડ એક નાસ્તા તરીકે વેચાતું હતું. ધીમે ધીમે તોની લોકપ્રિયતા વધીને આજે વિશ્વભરમાં ફેમસ બન્યું છે.
ব্যস্ত রবিবারে পশ্চিমবঙ্গ জুড়ে চারটি জনসভার ফাঁকে, ঝাড়গ্রামে সুস্বাদু ঝালমুড়ি খেলাম। pic.twitter.com/VqIrc0zrmR
— Narendra Modi (@narendramodi) April 19, 2026
શરુઆતના સમયના ઝાલમુરી વેચનારાઓનો અંદાજ પણ ખાસ હતો, જેમાં વેન્ડર જૂના ટીનના ડબ્બામાં મમરા અને અન્ય સામગ્રી રાખીને ગ્રાહકો સામે જ તેને મિક્સ કરતા હતા. આ પરંપરા આજે પણ કોલકાતાની શેરીઓમાં જોવા મળે છે, જ્યાં વેન્ડર પોતાના ખાસ અંદાજ અને સ્વાદ સાથે ઝાલમુરી તૈયાર કરે છે.
સમય સાથે ઝાલમુરીએ ભૌગોલિક સીમાઓ પાર કરી હતી. આજના સમયમાં તે મુંબઈ (Mumbai)માં સાંજના નાસ્તા તરીકે ‘ભેલપુરી’ નામે લોકપ્રિય છે, જ્યારે કર્ણાટક (Karnataka)માં તેને ‘ઝુરીમુરી’ તરીકે ઓળખવામાં આવે છે તો ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં ‘લૈયા-ચણા’ નામે ઓળખાય છે. નામ બદલાય છે, પરંતુ મૂળ સ્વાદ અને બનાવવાની રીત લગભગ એકસરખી હોય છે.
ઝાલમુરી બનાવવામાં મમરા, સમારેલી ડુંગળી, ટમેટા, બાફેલા બટાકા, લીલા મરચાં, શેકેલી મગફળી, મસાલા, લીંબુનો રસ અને ખાસ કરીને સરસવનું તેલ વપરાય છે. સરસવનું તેલ તેની ઓળખ છે, જેનાથી એક અલગ જ સુગંધ અને સ્વાદ આપે છે. આ વાનગી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ લોકપ્રિય બની છે. લંડન (London)માં બ્રિટિશ કૂક Angus Denoon લોકો સુધી ઝાલમુરીનો સ્વાદ પહોંચાડી રહ્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે આ સરળ નાસ્તો હવે વૈશ્વિક સ્તરે પણ ઓળખ મેળવી રહ્યો છે.
પોષણની દ્રષ્ટિએ જોવામાં આવે તો ઝાલમુરી હળવો અને ઓછા તેલવાળો નાસ્તો છે, જેમાં શાકભાજીનો સમાવેશ થતો હોવાથી તે તુલનાત્મક રીતે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. જોકે, તેનું મુખ્ય આકર્ષણ તેના સ્વાદ અને ફટાફટ તૈયાર થવામાં છે. આ રીતે ઝાલમુરી માત્ર એક નાસ્તો નથી, પરંતુ ભારતની જીવંત રસ્તા સંસ્કૃતિનું પ્રતિબિંબ છે, જ્યાં સરળતા, પરંપરા અને સ્વાદનો સુંદર મેળ જોવા મળે છે.
ઝાલમુરી બનાવવાની રીત
- એક મોટા બાઉલમાં મમરી લો.
- સમારેલી ડુંગળી, ટામેટાં, બટાકા અને લીલા મરચાં ઉમેરો.
- મીઠું, મસાલા અને ચાટ મસાલો ઉમેરો.
- થોડું સરસવનું તેલ ઉમેરો
- લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
- છેલ્લે, મગફળી અને ધાણાજીરું ઉમેરો એટલે ઝલમુરી તૈયાર
ઝાલમુરીમાં સામાન્ય રીતે આ વસ્તુઓ હોય છે
- મમરા
- સમારેલી ડુંગળી
- ટામેટાં
- લીલા મરચાં
- બાફેલા બટાકા (કટ કરેલા)
- શેકેલા ચણા અથવા મગફળી
- મીઠું
- લાલ મરચાં પાવડર
- ચાટ મસાલો
- કાળું મીઠું
- સરસવનું તેલ (આમાં સૌથી વિશિષ્ટ સ્વાદ હોય છે)
- લીંબુનો રસ
- લીલા ધાણા
- સેવ (ક્યારેક)
આ પણ વાંચો : VIDEO: PM મોદીએ બંગાળની ચૂંટણી વચ્ચે માણ્યો ‘ઝાલમુરી’નો સ્વાદ












