VIDEO: PM મોદીએ બંગાળની ચૂંટણી વચ્ચે માણ્યો ‘ઝાલમુરી’નો સ્વાદ

PM Modi Jhalmuri Video: પશ્ચિમ બંગાળમાં (West Bengal Election) વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે, એક પછી એક રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે, ત્યારે અમિત શાહની રેલી બાદ હવે નરેન્દ્ર મોદી દ્વારા પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન તેમનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે રવિવારે (19 એપ્રિલ 2026) વડાપ્રધાન મોદી ઝારગ્રામે પહોંચ્યા હતા. રાજ્યના ઝારગ્રામમાં વડાપ્રધાને અચાનક પોતાના કાફલાને ઉભો રાખી દીધો હતો અને રસ્તાની બાજુમાં આવેલી ઝાલમુરીની દુકાન પર ગયા હતા. વડાપ્રધાનનો કાફલો રોકાતાની સાથે જ ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.
ঝাড়গ্রামে ঝালমুড়ি খাবার বিরতি! pic.twitter.com/t0TcDeONxt
— Narendra Modi (@narendramodi) April 19, 2026
વડાપ્રધાનની હાજરીમાં લોકોએ “જય શ્રી રામ“ના નારા લગાવ્યા હતા. વડાપ્રધાન મોદી પોતાની કારમાંથી ઉતરીને ઝાલમુરીની દુકાન પર દુકાનદારને ઝાલમુરી (Jhal Mur) બનાવવાનું કહ્યું હતું, આ પછી PM મોદીએ ઝાલમુરી ત્યાં ભેગા થયેલા કેટલાક બાળકોને ખવડાવી, અને પોતે પણ સ્વાદનો આનંદ પણ માણ્યો હતો, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
ঝাড়গ্রামে ঝালমুড়ি খাবার বিরতি! pic.twitter.com/t0TcDeONxt
— Narendra Modi (@narendramodi) April 19, 2026
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઝાલમુરીની દુકાન પર રોકાયા બાદ વડાપ્રધાન મોદીએ ત્યાં એકત્રિત થયેલી સ્થાનિક મહિલાઓ સાથે પણ મુલાકાત કરી. PM મોદીએ તેમના એક્સ (X) એકાઉન્ટ પર ઝાલમુરીની દુકાનમાં રોકાઈને તેનો આનંદ માણતા ફોટોઝ તેમજ વીડિયો શેર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ ઝાલમુરીની દુકાનના ફોટા શેર કરતા લખ્યું હતું કે, ‘રવિવારે બંગાળમાં ચાર રેલીઓ વચ્ચે, બંગાળના ઝારગ્રામમાં ઝાલમુરીનો આનંદ માણ્યો.’
આ પણ વાંચો : અમેરિકાના લુઈસિયાનામાં 8 બાળકોની ગોળી મારીને હત્યા, હુમલાખોરનું એન્કાઉન્ટર












