ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમધ્ય ગુજરાતમીડિયા

ઓપરેશન સિંદૂરની હીરો સોફિયા કુરેશીને મળે છે આટલી સેલરી

નવી દિલ્હી, 8 મે, 2025: ગઇ કાલે રાત્રે પાકિસ્તાનના આતંકવાદીઓની ઊંઘ ઊડી ગઇ હતી. પડેશી દેશમાં ઓપરેશન સિંદૂર હેઠળ હાજર કુલ 9 આતંકી સ્થળોએ હૂમલો કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશીની ભૂમિકા અગત્યની રહી હતી.

કોણ છે સોફિયા કુરેશી

બહુ ઓછા લોકો જાણે છે આ સોફિયા કુરેશી મૂળ વડોદરાની છે અને તેમનો જન્મ 1981માં વડોદરામાં થયો હતો અને એમએસ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ પણ કરી ચૂકી છે. ત્યાર બાદ 1999માં ઓફિસર્સ ટ્રેનિંગ અકાદમી (OTA)માં તાલીમ લીધી હતી. તે પછી તેમણે સેનામાં લેફ્ટનન્ટના હોદ્દા પર કામ કરવાનું શરૂ કર્યુ હતું.

ગઇકાલ રાતથી ઓપરેશન સિંદૂર સતત સમાચારોમાં ચમકતુ રહ્યુ છે. ત્યારે ચાલો જાણીએ ઓપરેશન સિંદૂરમાં અગત્યની ભૂમિકા ભજવનાર સોફિયા કુરેશીને ભારત સરકાર તરફથી કેટલી સેલરી તેમજ લાભો મળે છે.

સોફિયા કુરેશીને કેટલી સેલરી મળે છે?

કર્નલ સોફિયા કુરેશી OTA (ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી) માંથી તાલીમ લીધા બાદ 1999માં લેફ્ટનન્ટ તરીકે જોડાયા હતા. તેમણે અગાઉ ઉત્તર-પૂર્વ ભારતમાં પૂર રાહતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

જો આપણે તેમના પગાર વિશે વાત કરીએ, તો તેમની મૂળ સેલરી રૂ. 1,21,200 – રૂ. 2,12,400ની વચ્ચે છે. આ ઉપરાંત, તેમને ભારત સરકાર દ્વારા અનેક પ્રકારના ભથ્થાં અને લાભો આપવામાં આવે છે.

તેમને શું ભથ્થું મળે છે?

મૂળ સેલરી ઉપરાંત, કર્નલ સોફિયા કુરેશીને મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવે છે, જે પ્રવર્તમાન ફુગાવા પર આધાર રાખે છે.

આ ઉપરાંત, તેમને દર મહિને લશ્કરી સેવા સેલરી તરીકે 15,500 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ બ્રિગેડિયર રેન્કથી નીચેના તમામ અધિકારીઓને આપવામાં આવે છે.

બધા સૈન્ય કર્મચારીઓને HRA આપવામાં આવે છે. આ ઉપરાંત, સેનાના જવાનો જે વિસ્તારમાં કામ કરી રહ્યા છે તે વિસ્તારમાં કેટલું જોખમ છે તેના આધારે ફિલ્ડ એરિયા ભથ્થું આપવામાં આવે છે. આ સામાન્ય રીતે રૂ. 10,500થી રૂ. 25,000 સુધીના હોય છે.

આ ઉપરાંત, 3600 રૂપિયાથી 7200 રૂપિયા સુધીનું પરિવહન ભથ્થું આપવામાં આવે છે. આ સ્થાન પર આધાર રાખે છે. જ્યારે, જો કોઈ સ્પેશિયલ ફોર્સ યુનિટમાં કામ કરે છે, તો તેને 25,000 રૂપિયા સુધી આપવામાં આવે છે. બધા સૈન્ય કર્મચારીઓને દર વર્ષે ગણવેશ ભથ્થા હેઠળ 20,000 રૂપિયા આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભારતની એરસ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં ગભરાટથી KSE-100 એક તબક્કે 6,300 પોઇન્ટ તૂટયો

Back to top button